અન્ડરવર્લ્ડના ડરથી પૈસા અન્ડરવેરમાં છુપાવ્યા : કપિલ શર્મા

અન્ડરવર્લ્ડના ડરથી પૈસા અન્ડરવેરમાં છુપાવ્યા : કપિલ શર્મા
અન્ડરવર્લ્ડના ડરથી પૈસા અન્ડરવેરમાં છુપાવ્યા : કપિલ શર્મા
કપિલે શોમાં પોતાની જર્ની અંગ કહ્યું હતું, ‘હું પંજાબથી 1200 રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો. ગ્રેજ્યુએશન બાદ ત્રણ મહિનાનો બ્રેક હોય છે. તે દરમિયાન હું 1200 રૂપિયા લઈને પહેલી જ વાર સંઘર્ષ કરવા માટે મુંબઈ આવ્યો હતો. કોલેજના મિત્રો પણ સાથે હતા. અમે મુંબઈ અંગે ઘણું બધું સાંભળ્યું હતું. તે સમયે મુંબઈમાં અન્ડરવર્લ્ડની બહુ ચર્ચા થતી હતી. અમે કોલેજના યુવકો ડરી ગયા હતા. મેં તો તમામ પૈસા અન્ડરવેરમાં છુપાવીને રાખ્યા હતા.’ લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માનો શો ‘આઇ એમ નોટ ડન યટ’ ડિજિટિલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ ચૂક્યો છે. આ શોમાં કપિલે પોતાના ખાસ અંદાજમાં જીવનની અજાણી વાતો શૅર કરી છે આ શોમાં કપિલે પોતાની અત્યાર સુધીની જર્ની અંગે વાત કરી છે. પોતાની વાત કરતાં કરતાં કોમેડિયને દર્શકોને ભરપૂર હસાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કપિલે કહ્યું હતું, ‘ઘણાં લોકો એમ કહેતા હોય છે કે હું મુંબઈ આવ્યો ત્યારે ઘણો જ ગરીબ હતો અને સ્ટેશન પર સૂતો હતો. જોકે, હું કહેવા માગીશ કે આવું કંઈ હોતું નથી. પોલીસ દંડા મારી ભગાડી દે છે. વ્યક્તિને વિચારવાની તક પણ મળતી નથી.’કપિલે અન્ય એક કિસ્સો સંભળાવતા કહ્યું હતું, ‘હું અને મારો મિત્ર દાદર સ્ટેશન પર ઉતર્યા હતા. રાતના 11.30 થયા હતા. અમે અહીથી મિત્રના સંબંધીના ઘરે ગયા હતા.

તેમણે અમને પૂછ્યું હતું કે નાસ્તો કરશો? મેં તરત જ હા પાડી હતી. તેમણે અમને પૌંઆ આપ્યા હતા. પૌંઆ જોઈને હું તો કન્ફ્યૂઝ થઈ ગયો હતો. મને લાગ્યું કે પૌંઆની સાથે બીજું કંઈ પણ મળશે, કારણ કે મેં ક્યારેય જીવનમાં એકલા પૌંઆ ખાધા જ નહોતા.’કપિલ માટે મુંબઈ આવ્યા બાદ અનેક વસ્તુઓઓ નવી હતી. તેના માટે પૌંઆની સાથે સાથે લિફ્ટ પણ નવી હતી. અમૃતસરમાં આટલી ઊંચી બિલ્ડિંગ ના હોવાથી ત્યાં લિફ્ટ પણ ના હોય. કપિલે કહ્યું હતું કે તે અને તેનો મિત્ર મસ્તીમાં લિફ્ટમાં ઉપર-નીચે કરતા હતા. એક દિવસ આ જ ચક્કરમાં તેઓ ટી સિરીઝની ઓફિસમાં પહોંચી ગયા હતા.

સંઘર્ષના દિવસોમાં માણસ અનેકવાર તૂટી જાય છે. સપનાઓ ભૂલીને હકીકત સાથે સમાધાન કરવાનું વિચારે છે. કપિલ સાથે પણ આમ થયું હતું. તેણે મજાકમાં કહ્યું હતું, ‘મુંબઈમાં એક સમય હતો જ્યારે મારી પાસે પૈસા ઓછા હતા. અમે મિત્રોએ તાડી પીવાનું શરૂ કર્યું હતું. ત્રણ મહિના પૂરા થવામાં હતા. આ સાથે પૈસા પણ. એક દિવસ તાડી પીને અમને વિચાર આવ્યો કે અમે મુંબઈમાં મજૂરી કરી શકીએ છીએ. જુહૂ બીચ પર તેલ માલિશનું કામ કરી શકીએ છીએ. મહેંદી મૂકતા આવડે છે તો એ પણ કરી શકીએ. વડાપાઉંની લારી પણ ચલાવી શકાય છે. પછી પૈસા પૂરા થયા, રજાઓ પૂરી, તાડી પૂરી ને અમે બધા અમૃતસર જતાં રહ્યાં.’

Read About Weather here

કપિલે કહ્યું હતું, ‘જ્યારે હું મુંબઈથી ઘરે આવ્યો ત્યારે ડેડી બહુ જ ખુશ થયા હતા. તેમણે અમારા માટે ફ્રીજમાં બિયર રાખી હતી. તેમણે સાંજે મિત્રોને બોલાવવાનું કહ્યું હતું. આ પહેલી અને છેલ્લીવાર હતું જ્યારે મેં મારા પિતા સાથે બેસીને બિયર પીધો હતો. થોડાં સમય બાદ તેમનું અવસાન થઈ ગયું હતું. તે દિવસ બિયર પીતાં સમયે મને અહેસાસ થયો કે મારા પિતા જેવો દેખાતો આ વ્યક્તિ અન્ય કંઈક અન્ય પણ છે.મુંબઈથી આવ્યા બાદ બધા મને મેણા-ટોણા મારતા હતા. મને ડર હતો કે ડેડી બિયર પીવડાવીને ધમકાવશે તો નહીં ને, પરંતુ આવું કંઈ જ ના થયું. તેમણે મને તથા મિત્રોને બિયર પીવડાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here