અનેક દાયકાઓ સુધી ભાજપ શક્તિશાળી બની રહેશે: પ્રશાંત કિશોર

અનેક દાયકાઓ સુધી ભાજપ શક્તિશાળી બની રહેશે: પ્રશાંત કિશોર
અનેક દાયકાઓ સુધી ભાજપ શક્તિશાળી બની રહેશે: પ્રશાંત કિશોર

રાહુલ ગાંધીને વહેમ છે કે નરેન્દ્ર મોદીની સત્તા ઘસાઈ જશે: ચૂંટણી વ્યૂહબાજ નિષ્ણાંતનાં અભિપ્રાયથી કોંગ્રેસ સ્તબ્ધ

દેશના જાણીતા ચૂંટણી વ્યૂહબાજ અને રાજકીય નિષ્ણાંત મનાતા પ્રશાંત કિશોરે એવી આગાહી કરી છે કે, આગામી ઘણા દાયકાઓ સુધી દેશના રાજકારણમાં ભાજપ શક્તિશાળી પક્ષ બની રહેશે. હજુ ઘણા દાયકાઓ સુધી ભાજપ સામે રાજકીય લડત આપવા રહેવી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

મમતા બેનર્જીનાં પક્ષ ટીએમસી માટે ગોવામાં પ્રચાર કરવામાં આવેલા અને મદદરૂપ બનવા પહોંચેલા પ્રશાંત કિશોરે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સતા અને શક્તિ ઘસાઈ જશે એવા વહેમમાં રાહુલ ગાંધી રાંચે છે.

પણ હકીકત એ છે કે હજુ ઘણા દાયકાઓ સુધી રાજકીય મંચ પર ભાજપ મુખ્ય પરિબળ બની રહેશે અને વર્ચસ્વ જાળવી રાખશે. રાહુલ વહેમમાં જીવી રહ્યા છે. ભાજપ જીતે કે હારે રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેશે.

જે રીતે કોંગ્રેસે 40 વર્ષ વર્ચસ્વ રાખ્યું હતું એ રીતે ભાજપ શક્તિશાળી બની રહેશે. કેમકે રાષ્ટ્રીયકક્ષાએ જો તમને 30 ટકા મત મળતા હોય તો તમને કોઈ રાજકારણનાં મુખ્યમંચ પરથી દૂર કરી શકે નહીં.

ગોવાની ચૂંટણીઓમાં મમતા બેનર્જીનાં પક્ષને સફળતા અપાવવા પ્રશાંત કિશોરે ગોવામાં ધામા નાખ્યા છે. પ્રશાંતે એવું સૂચન કર્યું હતું કે, લોકો ગુસ્સે થયા છે અને નરેન્દ્ર મોદીને હટાવી દેશે એવા ખ્યાલમાં સપડાઈ જવું જોઈએ નહીં.

ભાજપ આસાનીથી ક્યાંય જવાનો નથી હજુ આપણે લડત આપતા રહેવી પડશે. રાહુલ ગાંધીની સમસ્યાએ છે કે એમને લાગે છે કે લોકો મોદીને હાંકી કાઢશે પણ એવું થવાનું નથી.

તમે જ્યાં સુધી મોદીની શક્તિ અને વર્ચસ્વની નોંધ ન લ્યો, મુલ્યાંકન ન કરો અને સમજો નહીં ત્યાં સુધી તમે મોદીને પરાજિત કરવાની સ્થિતિમાં આવતા નથી. એ શું કામ લોકપ્રિય છે એ સમજીને વળતી લડત આપવાનું લોકો વિચારતા નથી. મોદીને સમજવામાં પુરતો સમય ફાળવતા નથી.

એક ઉદાહરણ આપતા પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ઇંધણનાં ભાવમાં આકરામાં આકરો વધારો કરાયો છે છતાં લોકો મોદી સામે રોષે ભરાતા નથી. 30 ટકા મત જ ભાજપને મળે છે છતાં સામેનાં 70 ટકા મતો ખરાબ રીતે વહેંચાયેલા છે.

Read About Weather here

એ મતો 10 થી 15 રાજકીય પક્ષો વચ્ચે વહેંચાઇ જાય છે.જેના કારણે જ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે અને જઈ રહી છે. અનેક નાના પક્ષો વચ્ચે મતોનું વિભાજન થઇ જાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here