અદાલતોમાં સ્થાનિક ભાષા જરૂરી: વડાપ્રધાન

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અદાલતોમાં સરળ અને સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, લોકોને ઝડપી ન્યાય મળે એ માટે ન્યાયતંત્રની પ્રક્રિયા લોકો સમજી શકે એવી સ્થાનિક ભાષામાં હોવી જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

નવી દિલ્હીમાં યોજાયેલી દેશના તમામ મુખ્યમંત્રીઓ અને તમામ હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસનાં સંયુક્ત પરિષદને ખુલ્લી મુકતા વડાપ્રધાને એમના વક્તવ્યમાં લોકોને ઝડપી ન્યાય મળે એ બાબત પર ભાર મુક્યો હતો અને અનુરોધ કર્યો હતો કે, અદાલતોમાં સ્થાનિક અને સરળ ભાષાઓનો ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. સ્થાનિક ભાષાને કારણે ન્યાયતંત્રમાં આમ આદમીનો વિશ્ર્વાસ વધી જશે અને સામાન્ય માનવી પણ ન્યાય પ્રક્રિયા સાથે પોતાની જાતનું અનુસંધાન સાધી શકશે.

લોકોને ઝડપી ન્યાય મળે એ માટે જરીપુરાણા અને નકામા થઇ ગયેલા કાયદા દૂર કરવા મુખ્યમંત્રીઓને અનુરોધ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, 2015 માં આપણે એવા 1800 કાયદા ઓળખી કાઢ્યા છે જે આજના સમય માટે વ્યર્થ બની ગયા છે અને જરીપુરાણા થઇ ગયા છે. આમાંથી કેન્દ્રને લગતા 1450 કાયદા રદબાતલ કરી દેવાયા છે. 75 આવા કાયદા રાજ્યોએ રદ કરવાના છે. આજના યુગમાં ટેકનોલોજીને મહત્વપૂર્ણ ગણાવતા મોદીએ ન્યાયતંત્રનાં માળખામાં અને સમગ્ર ન્યાય પ્રક્રિયામાં ટેકનોલોજી પર ભાર મુક્યો હતો અને ન્યાય માળખાને ડિઝીટલ બનાવવા ન્યાયતંત્રનાં અધિકારીઓ અને મુખ્યમંત્રીઓને અનુરોધ કર્યો હતો.

Read About Weather here

વડાપ્રધાને આજની સંયુક્ત મહાપરિષદને લોકશાહી માટેની કુશાલીભરી પળ સમાન ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, લોકશાહી અને સંવિધાનની રક્ષા માટે ન્યાયતંત્ર અત્યંત આવશ્યક અંગ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here