અદાણી ગ્રુપનું નવું સાહસ…!

અદાણી ગ્રુપનું નવું સાહસ…!
અદાણી ગ્રુપનું નવું સાહસ…!
અદાણી ગ્રુપે હોલસિમ લિમિટેડની બન્ને સિમેન્ટ 10.50 અબજ ડોલર એટલે કે રૂપિયા 81 હજાર કરોડમાં હસ્તગત કરશે તેવી જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ મારફતે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સ્વિત્ઝર્લેન્ડ સ્થિત હોલસિમ લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. અદાણી દ્વારા આટલી મોટી રકમમાં કરવામાં આવેલી આ ડીલ અત્યાર સુધીની તેની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે.આ ઉપરાંત તે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી M&A ડીલ માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ACC એટલે કે એસોસિએટેડ સિમેન્ટ કંપનીઝમાં હોલસિમ કંપની માલિકી હિસ્સો ધરાવે છે. તે સ્વિત્ઝર્લેન્ડની બિલ્ડિંગ મેટરીયલ કંપની છે. ACCની શરૂઆત 1લી ઓગસ્ટ 1936ના રોજ મુંબઈમાં થઈ હતી. તે સમયે અનેક ગ્રુપ સાથે મળી તેની શરૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અદાણી ગ્રુપનું નવું સાહસ…! અદાણી
Will Ambuja Cement-ACC sale get CCI approval with a penalty overhang? - The  Hindu BusinessLine

આ હસ્તાંતરણની માહિતી આપતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભારતની કહાનીમાં અમારો વિશ્વાસ અડગ છે. ભારતમાં હોલસિમની સિમેન્ટ કંપનીઓને અમારી ગ્રીન એનર્જી અને લોજીસ્ટિક્સ સાથે જોડીને તે વિશ્વની સૌથી મોટી ગ્રીનેસ્ટ સિમેન્ટ કંપની બનાવશું.તેમણે કહ્યું કે આગામી દાયકાઓ સુધી ભારત વિશ્વનું સૌથી વધુ સિમેન્ટની માંગ ધરાવતા અર્થતંત્ર તરીકે જળવાઈ રહે તેવી શક્યતા છે, આ ઉપરાંત ભારત વિશ્વનું સૌથી મોટું બીજા ક્રમનું સિમેન્ટ બજાર હોવા છતાં સરેરાશ વૈશ્વિક ધોરણે માથાદીઠ સિમેન્ટનો વપરાશ અડધાથી પણ ઓછો છે.હોલસિમ લિમિટેડના CEO જેન જેનિશે જણાવ્યું હતું કે મને ખુશી છે કે અદાણી ગ્રુપ આગામી યુગમાં વિકાસના માર્ગે આગળ વધવા ભારતમાં અમારા બિઝનેસને હસ્તગત કરી રહ્યું છે.અંબુજા સિમેન્ટ્સ અને ACC પાસે વર્તમાન સમયમાં વાર્ષિક 70 મિલિયન ટનની સંયુક્તપણે સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે. બન્ને કંપની ભારતમાં સૌથી મજબૂત બ્રાન્ડ પૈકી એક છે, જેમની પાસે વધારે સારી ઉત્પાદન ક્ષમતા અને સપ્લાઈ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેમા 23 સેમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રેડિંગ સ્ટેશન્સ, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ તથા સમગ્ર ભારતમાં 50,000 કરતા વધારે ચેનલ પાર્ટનર છે.

ACC Stock Price and Chart — NSE:ACC — TradingView
Adani says not in RS race, turf open in Andhra

આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રા ટેક સિમેન્ટ દેશની સૌથી મોટી કંપની છે. તેની વાર્ષિક ક્ષમતા 119 મિલિયન મેટ્રીક ટન છે.નિયમનકારી મંજૂરી બાદ આ ડીલ પૂરી થશે. અંબુજા સીમેન્ટ માટે ઓપન ઓફર પ્રાઈઝ શેરદીઠ રૂપિયા 385 અને ACC માટે શેરદીઠ રૂપિયા 2300 છે. હોલસિમની અંબુજા સિમેન્ટમાં અને ACCમાં હિસ્સો તથા ઓપન ઓફર કન્સીડરેશનની વેલ્યુ 10.5 અબજ ડોલર છે.હોલસિમ કંપનીએ ભારતમાં 17 વર્ષ અગાઉ કારોબારની શરૂઆત કરી હતી. આ ડીલ બાદ તે પોતાનો કારોબાર બંધ કરી શકે છે. હોલસિમ ગ્રુપની ભારતમાં બે સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડમાં હિસ્સો ધરાવે છે. 73,128 કરોડનું વેલ્યૂ ધરાવતી અંબાજુ સિમેન્ટમાં હોલ્ડરઈન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ મારફતે હોલસિમની 63.1% હિસ્સેદારી છે.

Read About Weather here

ACC લિમિટેડમાં અંબુજા સિમેન્ટની 50.05 ટકા હિસ્સો છે.ACCમાં અંબુજા સિમેન્ટ 50.05% હિસ્સો ધરાવે છે. જ્યારે હોલસિમનો 4.48% હિસ્સો છે. હોલસિમનો ભારત સ્થિત બિઝનેસ ખરીદવા માટે ACCના 26% હિસ્સા માટે ઓપન ઓફર કરવાની રહેશે.વર્ષ 1988માં કોમોડિટી ટ્રેડિંગ કંપની તરીકે શરૂઆત કરનાર અદાણી ગ્રુપ પોર્ટ કારોબારમાં વિસ્તરણ કર્યાં બાદ રાષ્ટ્રીય સ્તરે આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રુપે ગ્રીન એનર્જી, મીડિયા, ઓઈલ-ગેસ, માઈનિંગ, એરપોર્ટ ઓપરેશન, કંસ્ટ્રક્શન, ફૂડ પ્રોસેસિંગમાં પણ પોતાનો વ્યાપ વિસ્તાર્યો છે. ACCના ટેકઓવર બાદ તે સિમેન્ટ સેક્ટરમાં મોટા કદની કંપની શકે છે.અદાણી ગ્રુપે ગયા વર્ષે અદાણી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ નામથી સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here