અચાનક નદીમાં પાણી આવતા ટ્રેક્ટર ગરકાવ

 અચાનક નદીમાં પાણી આવતા ટ્રેક્ટર ગરકાવ
 અચાનક નદીમાં પાણી આવતા ટ્રેક્ટર ગરકાવ
લાંબી શોધખોળ બાદ ટ્રેકટર મોડી રાત્રે એક કિમી દૂરથી બહાર કાઢ્યું આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ટ્રેકટર રેતી ભરવા ગયું અને અચાનક નદીમાં પાણી આવતાં ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.મેશ્વો નદી પર તલોદ નજીક ગોરઠિયા અને જવાનપુરા બેરેજ આવેલા છે. ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં નદીમાં પાણી આવ્યું હતું. તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીક ટ્રેકટર નદીમાં રેતી ભરવા ગયું હતું. નદીમાં રેતી ભરાઈ રહી હતી અને અચાનક મેશ્વો નદીમાં પાણી આવતું દેખાતાં જ લોકોએ ટ્રેકટર બહાર કાઢવા માટે પ્રયત્ન શરૂ કર્યો હતો.
 અચાનક નદીમાં પાણી આવતા ટ્રેક્ટર ગરકાવ ટ્રેક્ટર
 અચાનક નદીમાં પાણી આવતા ટ્રેક્ટર ગરકાવ ટ્રેક્ટર

Visit Saurashtra Kranti Homepage here

માટીમાં ભરાઈ ગયેલું ટ્રેકટર ન નીકળતાં ચાલક સહિત રેતી ભરનારા બહાર નીકળી કિનારા પર આવી ગયા હતા અને એ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યાર બાદ લાંબી શોધખોળ બાદ મોડી રાત્રે તણાયેલું ટ્રેકટર ધનિયોરથી એક કિમી દૂરથી મળી આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને પગલે હવે એની ઘટ સરભર થઈ ગઈ છે, પરંતુ પ્રથમ રાઉન્ડમાં જ વરસાદી વીજળી એક યુવક અને 5 પશુને ભરખી જતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

Read About Weather here

મંગળવારની રાત્રિ દરમિયાન મોસમનો સરેરાશ 5 ટકા વરસાદ વરસી જતાં અત્યારસુધીમાં મોસમનો 31.42 ટકા વરસાદ નોંધાઈ ગયો છે અને ચાલુ સીઝનમાં પ્રથમવાર હરણાવ જળાશયમાં 1600 ક્યુસેક પાણીની આવક થઇ હતી.સિંચાઇ વિભાગ દ્વારા નદીમાં પાણી આવતાં તલોદનાં 10થી વધુ ગામોને સતર્ક કરાયાં હતાં અને નદી કિનારે નહીં જવા સૂચન પણ કરાયું હતું છતાં લોકો રેતી ભરવા ગયા હતા, ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here