અકસ્માત વળતર કેસમાં રૂ.24 લાખનું વળતર મંજુર કરતી કોર્ટ

અકસ્માત વળતર કેસમાં રૂ.24 લાખનું વળતર મંજુર કરતી કોર્ટ
અકસ્માત વળતર કેસમાં રૂ.24 લાખનું વળતર મંજુર કરતી કોર્ટ
ગુજરનાર મોહનભાઈ નાનજીભાઈ કિયાડા, (ઉ.વ.આ.58) શ્રમજીવી સોસાયટી પાસે પોતે સાઈકલ ચલાવીને જતા હતા તે સમયે હિરો હોન્ડા મોટર સાઈકલના ચાલકે મોટર સાઈકલ પુરઝડપે તથા બેદરકારીપૂર્વક ચલાવીને ગુજરનાર મોહનભાઈ નાનજીભાઈ કીયાડાને સાઈકલ સહિત હડફેટે લીધેલ જે અકસ્મતમાં ગુજરનારને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલ અને સારવાર બાદ ઈજા પામનાર મોહનભાઈનું અવસાન થયેલ. જેથી આ બનાવ સંબંધે ભકિતનગર પોલીસ સ્ટેશન શહેરમાં હોન્ડા મોટર સાઈકલના ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ અકસ્માતમાં ગુજરનાર મોહનભાઈ નાનજીભાઈ કિયાડાના વારસદારો દ્વારા રાજકોટ મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા કલેઈમ કેસ દાખલ કરવામા આવેલ. જે દાવામાં અરજદાર તરફે એડવોકેટ અજય કે. જોષી રોકાયેલ હતા અને તેમાં અરજદાર દ્વારા પોતાની આ અકસ્મતમાં બેદરકારી ન હોય માત્રને માત્ર હીરો હોન્ડા મોટર સાઈકલના ચાલકની જ બેદરકારી હોય, તે અંગે તેમજ ગુજરનારની આવક તથા ભવિષ્યની આવકના મુદ્ાઓ પર દલીલો કરવામાં આવેલ અને પુરાવાઓ રજૂ કરવામાં આવેલ અને ગુજરનારના વારસદારો તેમના પર આધારીત હોય,

ગુજરનાર તેમના બ્રેડ વીનર હોય. જે તમામ મુદ્ાઓ પર અરજદારના એડવોકેટ દ્વારા ધારદાર દલીલો કરવામા આવેલ અને વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ તે ધ્યાને લઈને ગુજ.મોહનભાઈ નાનજીભાઈ કિયાડાના વારસદારોને રૂ.24,00,000 ચુકવવા રાજકોટ એમ.એ.સી. ટ્રિબ્યુનલ સ્પેશીયલ રાજકોટ.

Read About Weather here

એડિશનલ ડિસ્ટ્રીકટ જજ પ્રશાંત જૈનની કોર્ટ દ્વારા હુકમ કરેલ છે અને ઉપરોકત હુકમમાં સંપુર્ણ બેદરકારી માત્રને માત્ર મોટર સાઈકલના ચાલકની ગણીને આઈ.સી.આઇ.સી.આઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યો. કંપની સામે ઉપરોકત કેસના વળતર રૂપે કુલ રૂા.24,00,000 ચુકવવા હુકમ કરવામા આવેલ છે. આ કેસમાં ગુજરનારના વારસદારો વતી એડવોકેટ અજય કે. જોષી તથા પ્રિયાંક જે. ભટ્ટ, પ્રદિપ આર. પરમાર રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here