અકસ્માત કેસમાં 1 કરોડ 51 લાખનું વળતર…!

વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે ...!?
વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે ...!?

આ કેસની હકીક જોવામાં આવે તો તા.ર૭/૧ર/ર૦૧૪ ના રોજ દિપક ગોકુલભાઇ જોશી તેમના પરિવાર સાથે તેમની કારમાં ગાંધીધામથી મુન્દ્રા પરત જતા હતા. દિપક જોશી કાર ચલાવતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રાત્રે ૯ વાગ્યાના અરસામાં તેઓ મિંદિયાલા ગામના સાઇન બોર્ડની સામે પહોંચેલ હતા. અગાઉ તા.૧ર/૧ર/ર૦ર૦ ના રોજ ભુજ મધ્યે યોજવામાં આવેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં થયેલ સમાધાન મુજબ કલેઇમેન્યસ

ઉષાબેન ગોકુલભાઇ જોશી વગેરેને કુલ્લા રૂ. ૧,પ૧,૦૦,૦૦૦-૦૦ (એક કરોડ એકાવન લાખ પુરા) ની વિક્રમ રકમનું ચુકણવું કરવામાં આવતાં જોશી પરિવાર વતી સુ.શ્રી સ્વીટી ગોકુલભાઇ જોશીએ સંતોષ, આનંદ તથા આભારની લાગણી વ્યકત કરી હતી.

તે વખતે મુન્દ્રા તરફથી ટ્રેઇલર નાં.જીજે-૧ર-ઝેડ-૦૪પ૧ વાળુ પૂર્વ ઝડપે તથા બેદરકારીથી આવતું હતુ઼ ટ્રેઇલર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા, ટ્રેઇલર રોંગ સાઇડમાં આવી કાર સાથે અથડાતા કાર ચાલક દિપકભાઇ તથા

તેમના પત્નિ રીના, પુત્ર આરવ તથા પુત્રી આર્યાને ગંભીર ઇજાઓ થયેલ હતી. અકસ્માતમાં થયેલ ગંભીર ઇજાઓને કારણે દિપકભાઇ તથા રીનાબેન અવસાન પામેલ હતા. જયારે આરવ તથા આર્યાને ઇજાઓ થયેલ હતી.

કલેઇમેન્ટસે તેમના એડવોકેટસ શંકરભાઇ સચદે, ઉર્મિશ સચદે, હિરેન સચદે મારફતે મોટર એકસીડેન્ટસ કલેઇમ્સ ટ્રીબ્યુનલ, ભુજ સમક્ષ જુદી-જુદી વળતરની ચાર અરજીઓ રજુ કરી, દિપક જોશીના અવસાન

સબબ રૂ.૧,૭પ,૦૦,૦૦૦-૦૦ (એક કરોડ પંચોતેર લાખ પુરા) રીના અવસાન સબબ રૂ.૧પ,૦૦,૦૦૦-૦૦ (પંદર લાખ પુરા), આરવ જોષીની ખોટ માટે રૂ.૬૦૦,૦૦૦-૦૦ (છ લાખ પુરા) તથા આર્યા જોશી સબબ ખોટ માટે રૂ. ર,પ૦, ૦૦૦-૦૦ (બે લાખ પચાસ હજાર પુરા) માંગણી કરેલ હતી.

લોક અદાલતમાં થયેલ સમાધાનની રૂએ દિપક જોશીના વારસદારોનેરૂ.૧૩૩,૦૦,૦૦૦ (એક કરોડ તેત્રીસ લાખ પુરા) રીના જોષીના વારસદારોને રૂ.૧૩,૦૦-૦૦૦ (તેર લાખ પુરા), આરવ જોશીને રૂ. ૪,પ૦,૦૦૦-૦૦ (ચાર લાખ પચાસ હજાર પુરા) તથા

કુ.આર્યા જોશીને રૂ.પ૦,૦૦૦ (પચાસ હજાર પુરા) નું વળતર મળેલ છે. કલેઇમેન્ટસ વતી એડવોકેેટ શંકરભાઇ એલ.સચદે, ઉર્મિશ સચદે, હિરેન સચદે તથા વીમા કંપની વતીથી એડવોકેટ સુ.શ્રી સંગીતાબેન એસ.સચદેએ સમાધાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Read About Weather here

વીમા કંપનીના સંબધિત અધિકારીઓના હકારાત્મક વલણના કારણે લાંબી ચર્ચા-વિચારણાના કારણે સમાધાન શકય બનેલ હતું.કચ્છ જીલ્લામાં એકજ અકસ્માતમાં અનુસંધાનમાં થયેલ કેસમાં લોકઅદાલતમાં એકજ પરિવારને રૂ.૧,પ૧,૦૦૦-૦૦ મળેલ હોય તેવો આ પ્રથમ કેસ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here