અંબાણી પરિવારમાં નવી વહુની એન્ટ્રી

અંબાણી પરિવારમાં નવી વહુની એન્ટ્રી
અંબાણી પરિવારમાં નવી વહુની એન્ટ્રી
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા કેટલાક ફોટામાં ક્રૃષા શાહ લેધામાં દેખાઈ રહી છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર જય અનમોલે તેની ગર્લફ્રેન્ડ ક્રૃષા શાહ સાથે લગ્ન કર્યા છે. તેના લગ્નમાં બોલિવૂડ સેલેબ્સ અને બિઝનેસ જગતા ઘણા મોટા ચહેરાઓ હાજર રહ્યાં હતા.  તે ડાયમંડ અને એમરાલ્ડ જ્વેલરીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે જય અનમોલ અંબાણી આઈવરી કલરની શેરવાનીમાં છે. આ પહેલા તેમની મેહંદી સેરેમનીના ફોટા પણ વાઈરલ થયા હતા, તેમાં બચ્ચન પરિવાર પણ સામેલ થયો હતો. તો ચાલો જાણીએ અનિલ અંબાણીની પુત્રવધુ ક્રૃષા વિશે…ક્રૃષા એક બિઝનેસ વુમન અને સોશિયલ વર્કર છે.

Visit Saurashtra Kranti Homepage here

તેણે કોરોનામાં lovenotfear નામથી મેન્ટલ હેલ્થ અવેરનેસ કેમ્પેન ચલાવ્યું હતું. આ કેમ્પેન કોવિડ-19ના કારણે લોકોમાં જોવા મળેલા મનોવૌજ્ઞાનિક ફેરફારને આધારિત હતું. ક્રૃષા Dysco નામની સંસ્થાની ક્રિએટર અને ફાઉન્ડર છે. તે બ્રિટનમાં પણ કામ કરી ચૂકી છે. તેને સામાજિક કાર્ય કરવું ખૂબ જ પસંદ છે.લગભગ છ મહિના પહેલા જ ક્રૃષાના પિતા નિકુંજ શાહનું અવસાન થયું હતું. તે નિકુંજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હતા. તેની માતા નીલમ શાહ એક ફેશન ડિઝાઈનર છે.ક્રૃષાએ લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાંથી સોશિયલ પોલીસી એન્ડ ડેવલોપમેન્ટમાં માસ્ટર્સ કર્યું છે.

આ સિવાય તેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમિમાં બેચલર કોર્સ કર્યો છે. ક્રૃષાના ભાઈ મિશાલ નિકુંજ ગ્રુપના ડાયરેક્ટર હોવાની સાથે-સાથે સ્ટાર્ટઅપ કંપની DYSCOના COO પણ છે. તેમણે પિતાના બિઝનેસની જવાબદારી લીધી છે.12 ડિસેમ્બર 2021એ અનમોલે તેની ગર્લફ્રેન્ડ ક્રૃષા શાહ સાથે સગાઈ કરી હતી. 31 ડિસેમ્બરે ટીના અંબાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની વહુની પ્રથમ તસ્વીર શેર કરી હતી. ફોટામાં ટીના અંબાણી, અનિલ અંબાણી, ક્રૃષા, અનમોલ અંબાણી અને અંશુલ અંબાણી એક સાથે જોવા મળ્યા હતા.અમીર ફેમિલિમાંથી આવતા હોવા છતાં અનમોલને મીડિયામાં આવવાનું પસંદ નથી.

Read About Weather here

તે ખૂબ જ શરમાળ છે. આ કારણે તે કેમેરાની સામે આવવાનું પસંદ કરતા નથી. તેમને સામાન્ય જીંદગી જીવવાનું પસંદ છે અને પોતાનો મોટાભાગનો સમય તે ફેમિલિ સાથે પસાર કરે છે. 18 વર્ષની ઉંમરમાં અનમોલે સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. 2017ની એન્યુઅલ જનરલ મીટિંગમાં જય અનમોલને રિલાયન્સ કેપિટલનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યો હતો. અનમોલ તેમના દાદા ધીરુભાઈ અંબાણીને પોતાના રોલ મોડલ માને છે. તેમણે પોતાનો શરૂઆતનો અભ્યાસ મુંબઈ અને પછી આગળનો અભ્યાસ બ્રિટનમાંથી કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here