અંતે પંજાબ કોંગ્રેસના ‘કેપ્ટન’ બનતા નવજોત સિધ્ધુ

અંતે પંજાબ કોંગ્રેસના ‘કેપ્ટન’ બનતા નવજોત સિધ્ધુ
અંતે પંજાબ કોંગ્રેસના ‘કેપ્ટન’ બનતા નવજોત સિધ્ધુ

પ્રદેશ માળખામાં બીજા ચાર-ચાર કાર્યકાળી અધ્યક્ષની નિયુકતી : મુખ્યમંત્રી અમરીન્દરસિંઘ
સોનીયા ગાંધીની વાત માની ગયા : સોનીયા ગાંધીએ પંજાબ કોંગ્રેસનો ઉકળતો ચરૂ ઠંડો પાડયો

પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા બે જૂથ વચ્ચેના સંઘષ પર પુર્ણવિરામ મુકવામાં કોંગ્રેસના મોવડીઓને સફળતા મળી છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકે તેજાબી વકતા અને ઉત્સાહી યુવા નેતા નવજોતસિંઘ સિધ્ધુની નિયુકતી કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

અત્યાર સુધી વિરોધ કરી રહેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંઘે પણ કોંગ્રેસ મોવડીઓનો નિર્ણય શીરોમાન્ય કર્યો હોવાનું પક્ષના મહામંત્રી તથા પંજાબના ઇન્ચાર્જ હરીશ રાવતે જણાવ્યું હતું.

પંજાબ કોંગ્રેસમાં પ્રમુખ પદે સિધ્ધુને બઠતી આપવાનો નિર્ણય સોનીયા ગાંધીએ લીધો હતો. એટલુ જ નહીં ચાર કાર્યકારી અધ્યક્ષ તરીકે સંગતસિંહ ગીલઝયાન, સુખવીન્દરસિંઘ દાની, પવન ગોયેલ અને કુદજીતસિંઘ નાગરાહની નિમણૂંક કરવામાં આવી છે.

ગઇકાલે નવી દિલ્હીમાં સિધ્ધુએ પક્ષના વડા સોનીયા ગાંધીની મુલાકાત લીધી હતી. ત્યારથી એમની વરણી અંગેની અટકળો શરૂ થઇ ગઇ હતી. ગઇકાલે મોડી સાંજે પંજાબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે સિધ્ધુના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે તમામ અટકળો પર પુર્ણવિરામ મુકાઇ ગયું હતું.

રવિવારે સિધ્ધુએ પંજાબ કોંગ્રેસમાં પોતાના વફાદાર ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી કેપ્ટનના મત વિસ્તારના શહેર પટીયાલામાં જ એમણે બેઠક યોજી હતી અને સંખ્યાબંધ કોંગ્રેસી ધારાસભ્યોને મળ્યા હતા.

પટીયાલામાં યોજાયેલી બેઠકમાં રાજયના કેબીનેટ મંત્રી સુખવિન્દરસિંઘ રંધાવા પણ હાજર રહયા હતા. આ મહત્વની બેઠક પટીયાલા સાંસદ અને અમરીન્દરના પત્ની પ્રીનીતકૌરની નજીક મનાતા ધારાસભ્ય મદનલાલા જલાલરપુરના ઘરે યોજાઇ હતી એ ઘણુ સુચક મનાઇ છે.

સિંધુ કેમ્પનો એવો દાવો છે કે એમને પક્ષના 30 ધારાસભ્યનું સમર્થન છે.બીજી તરફ કેપ્ટન જૂથના 11 ધારાસભ્યોએ મુખ્યમંત્રીની પડખે રહેવાનું જાહેર કરી કેપ્ટન અમરીન્દરસિંઘને લોકોના સર્વોત્મ અને મોટા ગજાના નેતા ગણાવ્યા હતા.

પંજાબના ઇન્ચાર્જ હરીશ રાવતે પણ ચંદિગઢમાં મુખ્યમંત્રીને મળ્યા બાદ જણાવ્યું હતું કે, કેપ્ટન અમરીન્દરસિંધે ફરીવાર મને જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીના નિર્ણયને શીરોમાન્ય રાખીશ જો કે હજુ સુધી નવા પ્રદેશ પ્રમુખ સિધ્ધુ તેમજ મુખ્યમંત્રી અમરીન્દરસિંધ વચ્ચે બેઠક યોજાઇ હતી.

Read About Weather here

રાવતે પણ સિધ્ધુુને મળી લેવા કેપ્ટનને વિનંતી કરી હતી પણ કેપ્ટન હજુ તૈયાર થયા નથી અને નારાજગીના સંકેત આપી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here