‘ધ કપિલ શર્મા શો’ ટીવીનો લોકપ્રિય કોમેડી શો છે. આ શોમાં બોલિવૂડથી લઈ સ્પોર્ટ્સ સુધીના સેલેબ્સ અપકમિંગ પ્રોજેક્ટ્સને પ્રમોટ કરવા માટે આવતા હોય છે. 11 માર્ચના રોજ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઈ રહી છે. વિવેકે એમ કહ્યું હતું કે કપિલે શોમાં આ ફિલ્મને પ્રમોટ કરવાની ના પાડી દીધી હતી. હવે કપિલે આ અંગે વાત કરી છે.સો.મીડિયામાં એક યુઝરે કપિલને સવાલ કર્યો હતો, ‘કપિલ કેમ ‘કાશ્મીર ફાઇલ્સ’ને પ્રમોટ કરવામાં ડરી ગયો? કઈ વાતનો ડર હતો? વિવેક તથા તેમની ફિલ્મની સ્ટાર-કાસ્ટને શોમાં આવવા માટે કેમ આમંત્રણ ના આપ્યું? હું તારો ઘણો જ મોટો પ્રશંસક છું, પરંતુ આ વખતે મને તથા હજારો ચાહકોને નિરાશ કર્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
તારો બોયકોટ કરું છું.’આ પોસ્ટ પર કપિલે જવાબ આપતા કહ્યું હતું, ‘આ સાચું નથી. તમે પૂછ્યું એટલે જણાવ્યું, બાકી જેમણે સાચું માની લીધું છે, તેમને ચોખવટ કરવાથી શું ફાયદો. એક અનુભવી સો.મીડિયા યુઝર હોવાને કારણે એક સલાહ આપું છું કે આજના સો.મીડિયા વર્લ્ડમાં ક્યારેય એક પક્ષની વાત પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. આભાર.’એક યુઝરે સો.મીડિયામાં વિવેકને કહ્યું હતું કે તેણે આ ફિલ્મનું પ્રમોશન કપિલ શર્માના શોમાં કરવું જોઈએ.
Read About Weather here
આ યુઝરે કપિલને પણ વિનંતી કરી હતી કે તે આ ફિલ્મનું પ્રમોશન તેના શોમાં કરે. જોકે, વિવેકે આ પોસ્ટ પર જવાબ આપ્યો હતો અને કહ્યું હતું, ‘હું આ અંગે કોઈ નિર્ણય ના લઈ શકું કે કપિલ શર્માએ શોમાં કોને બોલાવવા જોઈએ, આ પૂરી રીતે કપિલ શર્મા તથા શોના પ્રોડ્યૂસર પર નિર્ભર છે. વિવેકના આ જવાબ બાદ સો.મીડિયા યુઝર્સે કપિલ શર્માને ટ્રોલ કર્યો હતો.જ્યાં સુધી બોલિવૂડની વાત છે તો હું એ કહેવા માગીશ કે ક્યારેક અમિતાભ બચ્ચને ગાંધી માટે કહ્યું હતું, ‘તે રાજા છે અને અમે રંક છીએ.’ વિવેકે આ વાત કહીને શોના પ્રોડ્યૂસર સલમાન ખાન તથા કપિલ શર્માને આડેહાથ લીધા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here