અંજલિને ફેરવવા ફોરેસ્ટ ઓફિસર આગ ભૂલ્યા…!

અંજલિને ફેરવવા ફોરેસ્ટ ઓફિસર આગ ભૂલ્યા…!
અંજલિને ફેરવવા ફોરેસ્ટ ઓફિસર આગ ભૂલ્યા…!
આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આગ ફેલાવવાનું કારણ પાણીની જેમ સ્પષ્ટ છે. ચાર દિવસથી સરિસ્કા જંગલ સળગી રહ્યું છે. 700 હેક્ટરથી વધુ જંગલ વિસ્તારમાં આગ ફેલાઈ છે. જે છે વન વિભાગના અધિકારીઓની બેદરકારી.રવિવારે સાંજે લગભગ 4 વાગ્યે જંગલમાં આગ લાગી હતી, જેનો મેસેજ અધિકારીઓને વાયરલેસ પર આપવામાં આવ્યો, પરંતુ આ વચ્ચે સચિન તેંડુલકરની પત્ની અંજલિનો પણ સફારી પ્રોગ્રામ નક્કી થયો હતો, તેથી તમામ અધિકારી VIPની આગતાસ્વાગતામાં એટલા વ્યસ્ત હતા કે લાગેલી આગને કાબૂમાં લેવાનું જ ભૂલી ગયા.
સરિસ્કાનું જંગલ હજુ પણ સળગી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

બેદરકારી આટલેથી જ ન અટકી, સરિસ્કાના સૌથી મોટા અધિકારી ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (CCF) આરએન મીણા પોતે અંજલિ તેંડુલકરના ડ્રાઈવર બનીને તેને સફારી ફેરવવા લઈ ગયા. એક નહીં, પરંતુ બે-બે ટાઈગરની સાઈટિંગ કરાવી.સંભવતઃ CCF મીણાને એ ખ્યાલ નહોતો કે VIPના સ્વાગતમાં જંગલની આગને ભૂલવાનું એટલું ભારે પડી જશે કે હેલિકોપ્ટરથી પણ આગ પર કાબૂ મેળવવાનું મુશ્કેલ થઈ ગયું. 27 માર્ચની આગ 30 માર્ચ સુધીમાં 15થી 20 કિલોમીટરના જંગલમાં ફેલાઈ ગઈ છે, જેના પર કાબૂ મેળવવા માટે મંગળવારથી વાયુસેનાના બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. બુધવારે પણ હેલિકોપ્ટરથી આગ ઠારવાનું કામ ચાલી રહ્યું છે.

27 જાન્યુઆરીએ અંજલિ તેંડુલકર લગભગ સાડા 4 વાગ્યે સરિસ્કા પહોંચ્યા હતા, જેની લગભગ 15 મિનિટ પહેલાં એટલે કે સવા 4 વાગ્યે વાયરલેસ પર મેસેજ આવ્યો કે બાલેટાના જંગલમાં આગ લાગી છે. તેમને એવો જવાબ પણ આપ્યો કે હમણાં માણસોને મોકલીએ છીએ. મળતી માહિતી મુજબ CCF આરએન મીણા પણ એ સમયે ત્યાં જ ઊભા હતા. આગ લાગી એ અંગેનો મેસેજ રેન્જરે તેમને પણ આપ્યો. નોંધનીય છે કે જ્યાં આગ લાગી હતી એનાથી લગભગ 30 કિલોમીટર દૂર અંજલિ તેંડુલકર ટાઈગર સફારી કરી રહ્યાં હતાં.આગ લાગવાનો મેસેજ મળ્યા એ પછી અંજલિ તેંડુલકર ત્યાં પહોંચ્યાં અને તેમની કાર આવતાં જ લોકો ઊભા થઈ ગયા. CCFએ પોતે એક એક કરીને લોકોનો પરિચય કરાવ્યો.

પોતાના સૌથી ખાસ ભાજપના નેતાની ઓળખ અપાવવામાં વધુ રસ દાખવ્યો અને ત્યાં સુધી કહી દીધું કે આ નેતાજી ભાવિ ધારાસભ્ય છે. એ બાદ અંજલિની સાથે અધિકારીઓએ ફોટો પણ પડાવ્યો.ખાસ વાત એ છે કે તેંડુલકરની પત્ની અને તેમની સાથે આવેલા લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. તેમને ઓનલાઈનવાળી જિપ્સીની જગ્યાએ સરકારી કારમાં સફારી કરાવવામાં આવી. એ બાદ CCF પોતે તે જિપ્સના ડ્રાઈવર બની ગયા. કેટલાક લોકોની સાથે તેઓ જંગલમાં સફારીમાં જતા રહ્યા.

Read About Weather here

એક કલાક બાદ જ જંગલમાં અંજલિ તેંડુલકરને એક નહીં, પરંતુ બે-બે ટાઈગરની એકસાથે સાઈટિંગ કરાવવામાં આવી.સરિસ્કાની આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોને લઈને વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે વાત કરી છે. તેમને જંગલમાં આગની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને સંભવિત દરેક મદદ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે.સરિસ્કામાં એરફોર્સના બે હેલિકોપ્ટરની મદદથી મંગળવારે લગભગ 50 હજાર લિટર પાણી નાખવામાં આવ્યું, જેથી આગ પર કાબૂ મેળવી શકાય. એક હેલિકોપ્ટરે 9 ચક્કર લગાવ્યા જ્યારે બીજાએ માત્ર 3 ચક્કર. બુધવાર સવારથી જ બંને હેલિકોપ્ટરની મદદથી પાણી નાખવાનું કામ હજુ યથાવત્ જ છે. આગને ઠારવા માટે બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here