હોસ્પિટલ પ્લોટ હેતુ ફેરનો નિર્ણય રદ અંગે ભાજપ પ્રમુખના વિધાનોને કોંગ્રેસનો આકરો જવાબ

હોસ્પિટલ પ્લોટ હેતુ ફેરનો નિર્ણય રદ અંગે ભાજપ પ્રમુખના વિધાનોને કોંગ્રેસનો આકરો જવાબ
હોસ્પિટલ પ્લોટ હેતુ ફેરનો નિર્ણય રદ અંગે ભાજપ પ્રમુખના વિધાનોને કોંગ્રેસનો આકરો જવાબ

કોંગ્રેસે લોકહિત ખાતર જ પ્લોટ હેતુ ફેર સામે અવાજ ઉઠાવ્યો હતો: જો મનપાને હોસ્પિટલ બાંધવા નાણાની જરૂર પડશે તો કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઇને ફાળો ઉઘરાવી આવશે, કોંગ્રેસના જબરા કટાક્ષ
દબાણ અને ભયની રાજનીતી કોંગ્રેસની નહીં બલકે ભાજપની છે: મહેશ રાજપૂત

રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓએ આગામી તા.19/1/2022ના રોજ મળનારા સામાન્ય સભામાં ટી.પી. 4-રૈયાનાં હોસ્પિટલનાં હેતુ માટેનાં અનામત પ્લોટ નં. 407નો વાણિજ્ય વેંચાણનાં હેતુમાં હેતુફેર કરવા માટે અધિનિયમની કલમ-71 હેઠળ વેરીડ કરવા બાબતની દરખાસ્ત કમિશ્નરએ સેક્રેટરીને મોકલેલ છે

Visit Saurashtra Kranti Homepage here

આ મંજુરી અર્થે આવેલ દરખાસ્તના મંજુર કરવાનો નિર્ણય એડવાન્સમાં ભાજપના પદાધિકારીઓ દ્વારા જાહેર કરેલ છે તેને હું વધાવું છું પણ આ નિર્ણય સાથે જે રાજકોટ ભાજપના પ્રમુખએ જણાવેલ છે કે, કોંગ્રેસથી ડરીને આ દરખાસ્ત ના મંજુર કરવાનો નિર્ણય લીધો નથી એ બાબતે મારે ભાજપ પ્રમુખને જણાવવાનું કે કોંગ્રેસે ક્યારેય પણ દબાવવાની કે ડરાવવાની રાજનીતિ ક્યારેય કરેલ નથી અને ભવિષ્યમાં પણ કરશે નહિ. ડરાવવાની અને દબાવવાની રાજનીતિ એ ભાજપની રાજનીતિ છે કોંગ્રેસે હંમેશા લોકોના હિત માટે અવાજ ઉઠાવ્યો છે અને હંમેશા ઉઠાવતી રહેશે,

રાજપૂતે ઉર્મેયુ હતું કે, 1993 થી 2000 તેમજ 2005 થી હાલની 2022 આમ કુલ આશરે 23 વર્ષથી તમો રાજકોટ મહાનગરપાલિકા પર સત્તામાં બેઠા છો આપને શા માટે રાજકોટ શહેરના નગરજનોના હિતમાં એક સારી હોસ્પિટલ બનાવવાનું ન સુજ્યું? વાત રહી કોંગ્રેસે શું કર્યું. પ્રમુખ મારા અંદાજ પ્રમાણે આપના જન્મ પહેલાથી રાજકોટમાં બનેલ રાજકોટ સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, અને ઝનાના હોસ્પિટલ ની સ્થાપનાઓ થઇ ગયેલ હતીએ અને આ હોસ્પિટલ કોંગ્રેસના શાસનમાં થયેલ છે આ ભાજપના શાસનમાં થયેલ નથી એ વાત આપે ન ભૂલવી જોઈએ.

તેમજ આપએ જણાવેલ છે કે ઉપરોક્ત હોસ્પિટલો તથા નવી બની રહેલી એઈમ્સ હોસ્પિટલ હોવાથી રાજકોટમાં હોસ્પિટલની જરૂર નથી માનનીય પ્રમુખ રાજકોટથી એઈમ્સ હોસ્પિટલ સુધી જવામાં ગરીબ-મધ્યમવર્ગીય માણસને કેટલા રૂપિયાનો ખર્ચો થાય તેનો હિસાબ આપે કર્યો છે ? રાજકોટમાં એક સરકારી હોસ્પિટલની ગરીબ-મધ્યમવર્ગીય લોકો માટે રૈયા વિસ્તારની આજુબાજુમાં જરૂર છે તે આપે અને મેયરએ ન ભૂલવું જોઈએ.

Read About Weather here

તેમણે ટકોર કરી હતી કે, આપ અને આપનો પક્ષ રાજકોટના ગરીબ-મધ્યમવર્ગીય લોકોના હિત માટે આ પ્લોટ પર રાજકોટ મહાનગરપાલિકાની હોસ્પિટલ બનાવો તેવી મારી આપને રાજકોટના નાગરિક તરીકે અને કોંગ્રેસના એક આગેવાન તરીકે રજૂઆત છે અને આ લોકહિતનું કાર્યું આપ કરશો તો આ કાર્યની અંદર એક રાજકોટના નાગરિકની ફરજની રૂએ આ હોસ્પિટલના નવનિર્માણમાં હું રૂ.11,11,111નું અનુદાન હું આપીશ. અને આપ કહેશોતો આ હોસ્પિટલના નવનિર્માણ માટે નાણાની જરૂર પડશે તો અમો રાજકોટના નગરજનો પાસે ફંડ ઉઘરાવવા માટેની અમારી તૈયારી છે. આ જે કાઈ વાત છે એ રાજકોટ શહેરના નગરજનોના હિત માટે વાત કરી છે અને હમેશા કરતા રહેશું.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here