સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુને વધુ ઉંચે ચગતો આકરી ટાઠનો પતંગ, લોકો ત્રાહિમામ

સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુને વધુ ઉંચે ચગતો આકરી ટાઠનો પતંગ, લોકો ત્રાહિમામ
સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુને વધુ ઉંચે ચગતો આકરી ટાઠનો પતંગ, લોકો ત્રાહિમામ

સૌથી વધુ નલીયામાં 4.2, રાજકોટમાં 9.7, ભુજ અને ડિસામાં પણ 9 ડિગ્રીથી કંપી ઉઠયા લોકો: જામનગરમાં પણ ભારે બર્ફીલા પવન સાથે ઠંડીનો પ્રકોપ યથાવત, હજુ વધુ ઠંડી પડવાની આગહી

સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાડ ગાળતી કાતીલ ઠંડીનું મોજુ યથાવત રહયું છે. ટાઠનો પ્રકોપ કોઇ રીતે ઓછો થઇ રહયો ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સંખ્યાબંધ શહેરોમાં આજે પણ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. ઉપરથી ઠંડા પવનો ફુંકાઇ રહયા હવાથી લોકો માટે ઘરની બહાર નિકળવાનું મુશ્કેલ બની ગયું છે. નલીયામાં સૌથી ઓછું તાપમાન 4.2 ડિગ્રી, જૂનાગઢમાં 8.5, રાજકોટ 9.7, અમદાવાદ 9.6, ભુજ 9.6, ડિસા 9.2 અને જામનગર 10.2 ડિગ્રી સાથે રીતસર કંપી ઉઠયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

દરમ્યાન આજે સવારે કૃષિ યુનિવર્સિટીમાં નોંધાયેલ તાપમાન મુજબ મેકસીમમ તાપમાન ગઇકાલેથી ઘટીને 14.6 ડીગ્રીએ પહોંચ્યું છે. જ્યારે ઠંડીનો પારો નીચે ઉતરીને 8.5 ડીગ્રીએ નોંધાયું છે. ગિરનાર પર્વત ઉપર 3.5 ડીગ્રીએ પારો નીચે ગબડતાં પ્રવાસીઓ ઠંડાગાર પવનમાં ઠુંઠવાઈ જવા પામ્યા છે. પવનની ગતિ પ્રતિ કલાક 6.2 કિ.મી.ની નોંધાઈ છે. ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ 11 કિ.મી. કલાક જોવા મળતા પ્રવાસીઓ તેમજ પશુ પક્ષીઓ વન્ય પ્રાણીઓ ઉપર મોટી અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં ભેજ 70 ટકા નોંધાયો હતો.

Read About Weather here

ઉપરાંત ગઈકાલે સવારથીજ પ્રતિ કલાકના 35 થી 40 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે. અને બેઠા ઠાર ના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ગઈકાલે મોડી સાંજથી જ લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કરતાં કરફ્યુના ટાઈમ પહેલાં જ માર્ગો સુમસામ જોવા મળતા હતા. ઉપરાંત જાહેર સ્થળો પર પણ લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળતી હતી. આજે વહેલી સવારે બેઠા ઠારને લઇને વહેલી સવારે માર્ગો સુમસામ નજરે પડતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here