હોસ્પિટલમાં દારૂની મહેફીલ માણતા કર્મચારી…!

હોસ્પિટલમાં દારૂની મહેફીલ માણતા કર્મચારી…!
હોસ્પિટલમાં દારૂની મહેફીલ માણતા કર્મચારી…!
આ વિડીયોમાં મસ્કતી હોસ્પિટલમાંથી સ્મીમેર હોસ્પિટલમાં મુકાયેલા કમલેશ અને ગોવિંદ નામના વોર્ડબોય દારૂની મહેફિલ માણતા હોવાનું સામે આવ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં કેટલાક વોર્ડબોય કર્મચારીઓ

Visit Saurashtra Kranti Homepage here

બિન્દાસ્ત દારૂની મહેફિલ માણી રહ્યા હોય તેનો વિડીયો શનિવારે ફરતો થયો હતો. જેમાંથી એક વોર્ડ બોય ઓર્થોપેડિક વિભાગમાં તેમજ એક વોર્ડબોય આંખ વિભાગમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.

આ બન્ને વોર્ડ બોય દારૂનો ગ્લાસ ભરીને વોર્ડમાં જ મહેફિલ માણતા વિડીયોમાં જોવા મળે છે. તેમજ કોઈક દિનેશ નામનો કર્મચારી આ વિડીયો ઉતારયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

સ્મીમેર હોસ્પિટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ઈલ્યાશ શેખે જણાવ્યું હતું કે આ બાબતે તપાસના આદેશ અપાયા છે. તપાસ માટે ૩ સભ્યોની કમિટી બનાવી કમિટીને તપાસ સોંપાઈ છે.

વીડિયોમાં દેખાતા કમલેશ અને ગોવિંદ નામના આ બંને સફાઈ કર્મચારી મસ્કૃતિ હોસ્પિટલમાંથી લોન પર સ્મીમેર હોસ્પિટલમાં મંગાવાયા છે. છેલ્લા બે ત્રણ માસથી તેઓ સ્મીમેરમાં ફરજ બજાવી રહ્યા છે.

દરમિયાન છેલ્લા પાંચ સાત દિવસથી આ બંને કર્મચારીનો વાઈરલ થયેલો વીડિયો સ્મીમેરના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં ચુસ્કી અને ચાખનું જેવા શબ્દો સંભળાય છે. જેથી આ વીડિયો દારૂની મહેફિલનો હોવાની ફરિયાદ સાથે સ્મીમેરના તબીબી અધિકારીઓના કાને વાત પહોંચતા તપાસ શરૂ કરાઈ છે.

આ મામલે આરએમઓ ડો. જયેશ પટેલે જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાતો ગોવિંદ નામનો કર્મચારી આંખ વિભાગ અને કમલેશ ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવે છે. બંને કર્મચારી મસ્કૃતિ હોસ્પિટલમાંથી લોન પર મંગાવાયા છે.

Read About Weather here

આ બંને કર્મચારી સાથે બીજા પણ કર્મચારી છે કે શું તેની પણ તપાસ ચાલી રહી છે. જોકે, તેમની સુધી દારૂની મહેફિલની ફરિયાદ આવતા તપાસ શરૂ કરાઈ છે. તપાસના અંતે સત્ય હકીકત સામે આવી જશે.પૂછુપછ દરમિયાન બંને કર્મચારીએ એપી નામનું પીણું પીધું હોવાનો બચાવ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here