હવે રશિયાથી ડોલરના બદલે રૂપિયામાં હીરા ખરીદી શકાશે…!

હવે રશિયાથી ડોલરના બદલે રૂપિયામાં હીરા ખરીદી શકાશે…!
હવે રશિયાથી ડોલરના બદલે રૂપિયામાં હીરા ખરીદી શકાશે…!
જેથી સુરતના હીરા વેપારીઓ રશિયાથી ખરીદવામાં આવેલી રફના જૂના પેમેન્ટ થઈ શકશે. રશિયાથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે હવે ડોલરની જગ્યાએ રૂપિયાથી સીધી ખરીદી કરી શકાશે. જેના માટે રિઝર્વ બેંકે પરવાનગી આપી છે. રશિયાથી ખરીદી માટે અત્યાર સ્વિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખાસ કરીને સુરતના હીરા વેપારીઓ દ્વારા જ્યારે રશિયાથી રફની ખરીદી કરવામાં આવ્યા બાદ સ્વિફ્ટ દ્વારા રૂપિયાની ચૂકવણી થતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ડોલરથી રૂપિયાની ચૂકવણી થાય છે. હીરા વેપારી નિલેશ બોડકીએ કહ્યું હતું કે, ‘રશિયાથી કોઈ પણ વસ્તુ ખરીદવા માટે હવે ડોલરની જગ્યાએ હવે રૂપિયાથી ડાયરેક્ટ ખરીદી કરી શકાશે. જેથી હીરા વેપારીઓના રફના જૂના પેમેન્ટ બાકી હતા તેની ચૂકવણી થઈ શકશે.

Read About Weather here

પરંતુ નવી રફનું કેપી સર્ટિફિકેટ હજી સોલ્યુશન આવ્યું નથી જેથી નવી રફ પર પ્રશ્ન ઉભો થશે.’પરંતુ રશિયા અને યુક્રેનના યુદ્ધની શરૂઆત થઈ ત્યારે યુરોપની બેન્કોએ રશિયાની બેન્કોને સ્વિફિટમાંથી બહાર કરી દેતા હીરા વેપારીઓએ ક્રેડિટ પર લીધેલા હીરાનું પેમેન્ટ કરી શક્યા ન હતા, હવે રિઝર્વબેંકે ડોલરના સ્થાને રૂપિયાથી રશિયા સાથે ખરીદી કરવાની પરવાનગી આપી, હવે હીરા વેપારીઓને જૂના પેમેન્ટ કરવાનો રસ્તો ખુલ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here