ઉનાળામાં કાળાખળ ગરમીથી બચવા માટે લોકો દિવસ-રાત પંખા, ફ્રિજ, એસી, કૂબર વગેરે ચાલુ રાખતા હોવાથી વીજ વપરાશ વધી જતો હોય છે. જેથી વિજળીની અછતને નિવારવા માટે વીજતંત્રને ભારે દોડધામ પણ કરવી પડે છે.આવી વીજ ખાદ્યને હળવી કરવા માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં દર વર્ષની જેમ તાજેતરના ઉનાળામાં પણ પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજી વીસીએલ) ની રાજકોટ સ્થિત કોર્પોરેટર કચેરી દ્વારા વીજચોરી પકડી પાડવા એપ્રિલ, મે અને જુન મહિનામાં સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
વીજતંત્રના અહેવાલ પ્રમાણે, પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ વિવિધ ટીમો દ્વારા ગત એપ્રિલ, મે અને જુન એમ ઉનાળાના ત્રણ માસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સઘન વીજ ચેકીંગ હાથ ધરીને કુલ 2,49,294 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી કુલ 31,239 કનેકશનમાં ગેરરીતી ઝડપાઈ હતી. જે વીજચોર આસામીઓને રૂા.73.64 કરોડના વીજબિલ ફટકારીને કડક વસુલાતની કાર્યવાહી કરાઈ હતી.
વધુમાં છેલ્લે ગત જુન માસમાં વિવિધ ટીમો દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકીંગ દરમિયાન કુલ 83,221 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 10,127 વીજ કનેકશનોમાંથી રૂા.28.26 કરોડની પાવરચોરીનો ભાંડો ફૂટયો છે. આ જુન મહિનામાં રાજકોટ સર્કલ ઓફિસ હેઠળની સૌરાષ્ટ્ર-કચ્છની 12 વીજ વર્તુળ કચેરીમાં સૌથી વધુ રાજકોટ શહેરી કચેરીના વિસ્તારમાં રૂા.3.90 કરોડની વીજચોરી ઝડપાઈ છે.
Read About Weather here
બીજા ક્રમે રાજકોટ ગ્રામ્ય કચેરીના ક્ષેત્રમાં 3.26 કરોડની પાવરચોરી પકડાઈ હતી.વીજતંત્ર દ્વારા ગત જુન માસમાં કરેલા વીજ ચેકીંગ દરમિયાન ઔદ્યોગિક અને વાણિજય હેતુ માટેના 16 વીજ જોડાણોમાં તો રૂા.10 લાખથી વધુની પાવરચોરીનો પર્દાફાશ થયો હતો. જે વીજચોર ઉદ્યોગકારો અને વેપારીઓને રૂા.4.17 કરોડના પાવર ચોરીના બિલ ફટકારીને વસુલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે મોટા વીજચોરીમાં રાજકોટના આજી ઈન્ડ. વિસ્તારના જીવરાજભાઈ ભવાનભાઈની રૂા.19.69 લાખ, થાનના નવધણ ગોવિંદભાઈની રૂા.10 લાખ, પારડીના હાયડ્રો મિકેનિકની રૂા.36.68 લાખ, ખોખડદળના હરેશ નાનુભાઈની રૂા.19. 19 લાખ, ભચાઉના જયેન્દ્ર રામચંદની રૂા.12.77 લાખ, દરેડના અતુલ રામજીભાઈની રૂા.40 લાખ, જસદણના સંદીપભાઈની રૂા.60 લાખ, વાવડીના જયોતિબેન કાનજીભાઈની રૂા.34.24 લાખ, પ્રધ્યુમનનગરના મૌલિકભાઈ અશોકભાઈની રૂા.20 લાખ સહિતની વીજચોરી સમાવિષ્ટ હોવાનું રાજકોટ વીજતંત્રએ જાહેર કર્યું છે.(16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here