અમદાવાદમાં છેલ્લાં 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરી મહિનાનું રેકોર્ડબ્રેક 38.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી જતાં લોકો ગરમીમાં શેકાયા હતા. આગામી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હિટવેવની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
ગરમ સુકા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉંચકાતા લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી બે દિવસો દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હિટવેવનું મોજુ ફરી વળવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતી જણાવે છે કે, કલાયમેટ ચેન્જ અને સુકા પવનોથી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here