સગીરા પર હથિયારથી હુમલો…!

છોકરી પર હથિયારથી હુમલો…!
છોકરી પર હથિયારથી હુમલો…!
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક વ્યક્તિએ સગીરાના ઘરમાં ઘુસીને તેની પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. લોહીલુહાણ સગીરા પોતાનો જીવ બચાવવા ભાગે છે, પરંતુ તે વ્યક્તિ તેનો પીછો કરે છે અને રસ્તા પર તેના વાળ પકડીને ઢસડે છે. આ દરમિયાન આરોપીએ તેની પર હુમલો પણ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સગીરા પર હથિયારથી હુમલો…! હુમલો

Visit Saurashtra Kranti Homepage here

પરિવારજનોના કહ્યા અનુસાર, શનિવારે રાતે ઓમકાર તિવારી ધારદાર હથિયાર સાથે ઘરમાં ઘુસે છે. પછી પરિવારજનો જોડે ઝઘડે છે. સગીરાને મારે છે અને તેની ગરદન અને શરીરના અન્ય ભાગો પર હથિયારથી હુમલો કરે છે. લોહીલુહાણ સગીરા બહાર ભાગે છે. પરંતુ તે રસ્તા પર પડી જાય છે. હુમલાખોર ફરીથી તેની પર હુમલો કરે છે.પરિવારજનોનું કહેવું છે કે આરોપી ઓમકાર તિવારી પાસે કેરોસીન પણ મળી આવ્યું છે. સગીરાના ઘરે પહોંચ્યો ત્યારે તેની પાસે કેરોસીન હતું. આરોપી સગીરા પર આ તેલ નાખીને તેને સળગાવવાનો પણ પ્રયાસ કરવા જઈ રહ્યો હતો. હાલ પોલીસ આરોપી અને યુવતીના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. સગીરાની હાલત સ્થિર થતા પોલીસ તેનું નિવેદન પણ લેશે.

ગુઢિયારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એલેક્ઝાન્ડર કિરોના જણાવ્યા અનુસાર, આરોપી ઓમકાર તિવારી એક સગીર સાથે લગ્ન કરવા માગતો હતો. અને સગીર સતત ના પાડી રહી હતી. આ બાબતે છેલ્લા કેટલાક મહિનાઓથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આખરે આરોપીએ સગીરા પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 47 વર્ષનો ઓમકાર તિવારી ઉર્ફે મનોજ ગુઢિયારીના દુર્ગા ચોક આંગણવાડી પાસે બડા અશોક નગર વિસ્તારમાં રહે છે. તિવારી ગુઢિયારી વિસ્તારમાં જ મસાલા સેન્ટર નામની દુકાન ચલાવે છે. યુવતી 6 મહિના પહેલા સપ્ટેમ્બર 2022માં તેની દુકાનમાં કામ કરવા પહોંચી હતી. જ્યાં મસાલા સેન્ટરનો માલિક તેની છેડતી કરતો હતો, જેના કારણે યુવતીએ નોકરી છોડી દીધી હતી.

Read Saurashtra Kranti E-Paper here

લોકોએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે લોહીલુહાણ સગીરા રસ્તા પર પીડા સાથે પોતાને છોડી દેવાની ભીખ માગી રહી છે. આરોપી ઓમકાર તેના વાળ પકડીને ઢસડીને રસ્તા પર આગળ વધે છે. તેના હાથમાં હથિયાર પણ છે. આ દરમિયાન રસ્તા પર લોકોની અવર-જવર દેખાય છે, પરંતુ કોઈ સગીરાને બચાવતું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here