સૌરાષ્ટ્રને કેન્દ્ર સરકાર તરફથી એક વધુ સુંદર અને મહત્વની ભેટ મળી છે. ઘોઘા- હજીરાબાદ હવે ભાવનગર- હજીરા અને ભાવનગર- મુંબઈ વચ્ચે પણ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. તેમ કેન્દ્રના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કર્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રો કેમિકલ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીના તાલીમ કેન્દ્રનાં ઉદ્દઘાટન માટે ભાવનગર આવેલા કેન્દ્રીયમંત્રી માંડવિયાએ સૌરાષ્ટ્ર માટેની આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન રો-રો ફેરી સર્વિસ કરતા પણ ભાવનગર- હજીરા તથા ભાવનગર- મુંબઈ વચ્ચેની ફેરી સર્વિસની ઝડપ ડબલ હશે. તેમજ મુસાફરોની ક્ષમતા પણ વધારે હશે.મફતલાલ ગ્રુપ ભાવનગરમાં સીએનજી ટર્મિનલ અને અલંગમાં રીસાયકલિંગ યાર્ડ સ્થાપી રહ્યું છે. એટલે એ માટે નવી રો-રો ફેરી સર્વિસ ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવશે. તેમ લાગે છે. રો-પેક્સ ફેરી હજીરા બંદર પર આવી પણ ગઈ છે.
Read About Weather here
ભાવનગરની સ્થાપનાને 300 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. એટલે એક યાદગાર સમારોહ યોજવાની તૈયારી ચાલે છે. તેના ભાગરૂપે ભાવનગર- ધોલેરા વચ્ચે સિક્સલેન રોડનું કામ યુધ્ધનાં ધોરણે ચાલી રહ્યું છે. ભાવનગર- મહુવા કોસ્ટલ રોડનું કામ પણ ગતિમાન છે. ભાવનગરમાં ક્ધટેનર ઉત્પાદન માટેની સુવિધા પણ શરૂ કરવાની યોજના છે તેવું કેન્દ્રીય સુત્રોએ જણાવ્યું હતું.સૌરાષ્ટ્રને એક પછી એક નવી નવી ભેટો અને લોકલક્ષી સવલતો આપવાની સુંદર હાર માળામાં નવી રો-રો ફેરી સર્વિસ એક નવા મણકા સમાન બની રહેશે. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ અને ખાસ કરીને આંતરીક જળમાર્ગો પર થઇને વ્યાપારી હેરફેર વધુ વેગવાન બનાવવામાં આવી સવલતો મદદ રૂપ બનશે અને સૌરાષ્ટ્રના અર્થ તંત્ર માટે ફાયદા રૂપ રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here