સોરઠીયા રજપૂત સમાજનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

સોરઠીયા રજપૂત સમાજનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન
સોરઠીયા રજપૂત સમાજનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

કરિયાવરમાં 180 થી વધારે વસ્તુઓ અપાઇ

વજુભાઇ વાળા, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, પૂ. મસ્તરામ બાપુ, કિશોરભાઇ રાઠોડ સહિતના વિવિધ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ

પ્રાત: સ્મરણીય પૂ. દેશળબાપુ, વિરલ વિભૂતિ સંત પૂ. સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુક્તરાજ સંત પૂ. દેવુભગતના આર્શીવાદ અને પ્રેરણાથી તથા વિવિધ દાતાઓના સહકાર અને કુશળ કાર્યકર્તા ભાઇ-બહેનોની જહેમતથી સોરઠીયા રાજૂત સમાજ રાજકોટનો 6 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવનું ગત તા.29 જાન્યુઆરીને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતભરમાંથી સોરઠીયા રજપૂત સમાજ અગ્રણીઓ ઉપરાંત રજપૂત સમાજના મોભી વજુભાઇ વાળા (પૂર્વ રાજ્યપાલ), રમેશભાઇ ટીલાળા (ધારાસભ્ય), દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), પૂ. મસ્તરામ બાપુ, કિશોરભાઇ રાઠોડ (શહેર ભાજપ મહામંત્રી), હીરેનભાઇ ખિમાણીયા, અશ્ર્વિનભાઇ પાંભર, નિલેશભાઇ જલુ, અલ્પેશભાઇ મોરઝરીયા,બિપીનભાઇ બેરા વગેરે કોર્પોરેટર ઉપરાંત વિવિધ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ પાઠવેલ.

Read About Weather here

આ કાર્યક્રમનું સંચાલન સમાજના અગ્રણી કિશોરભાઇ ડોડીયા તથા રજનીબેન રાઠોડ દ્વારા કરાયેલ. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખ વિજયભાઇ ચૌહાણ તથા સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખ કાર્તિકભાઇ ચૌહાણની દેખરેખ હેઠળયુવા અગ્રણી મુકુન્દભાઇ રાઠોડ તથા ઇલાબેન ખેરના માર્ગદર્શનમાં કાર્યકર્તા સર્વે સમૂહ લગ્ન સમિતિના માર્ગદર્શક અશોકભાઇ કેશોર, હરનેશભાઇ સોલંકી, અશોકભાઇ ખેર, પ્રવિણભાઇ ચૌહાણ, અરવિંદભાઇ ચૌહાણ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવી હતી તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here