સમસ્ત જૈન સમાજના જનકલ્યાણ અર્થે, રાજકોટમાં જૈન ભોજનાલયનો પ્રારંભ

સમસ્ત જૈન સમાજના જનકલ્યાણ અર્થે, રાજકોટમાં જૈન ભોજનાલયનો પ્રારંભ
સમસ્ત જૈન સમાજના જનકલ્યાણ અર્થે, રાજકોટમાં જૈન ભોજનાલયનો પ્રારંભ

રવિવારના રોજ જૈન ભોજનાલયનું કરાશે ઉદ્ઘાટન: માત્ર 10 રૂપિયામાં ભોજન અથવા ટિફિન જોઈતું હોય તેમણે ફોર્મ ભરીને આપવાના રહેશે

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગુરૂદેવ શ્રી ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાતરત્ન પૂ શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજ્ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબની પાવનકારી પ્રેરણાથી જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં તા. 5 ફેબ્રુઆરીને રવિવારે સવારે 9:30 કલાકે સમસ્ત જૈન સમાજના જનકલ્યાણ અર્થે જૈન ભોજનાલયનો સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ, બીજા માળે લીફટ નં.3 ની બાજુમાં દુકાન નં. 47, કનક રોડ, ઢેબર રોડ રાજકોટમાં શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, દાનવીર જૈન શ્રેષ્ઠી જીતેન્દ્રભાઇ બેનાણી અને જયેશભાઇ શાહના હસ્તે તેમજ મુખ્ય મહેમાન તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, મેયર પ્રદિપ ડવ, કેબિનેટ મીનીસ્ટર ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને પંચનાથ હોસ્પિટલના પ્રમુખ દેવાંગભાઇ માંકડ ઉપસ્થિત રહેશે.
રાજકોટ શહેરમાં જૈન સમાજની ઘણા સમયની જરૂરિયાતને લક્ષમાં લઈને જૈન સમાજના અશક્ત, જેમના ઘરમાં કોઈ કમાનાર ન હોય, એકલવાયુ જીવન વ્યતિત કરતા એકલા વ્યક્તિ કે દંપતિ હોય, ઘરમાં રસોઈ બનાવનાર કોઈ ન હોય તેવા વૃદ્ધ, બહારગામ થી રાજકોટ વ્યવસાય કે સર્વિસ માટે આવેલ વ્યક્તિ જે એકલા રાજકોટમાં રહેતા હોય, બહારગામથી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ હોય તે દર્દી કે તેની સાથેના સગા સંબંધી હોય, અભ્યાસ અર્થે બહારગામથી રાજકોટ આવેલ વિદ્યાર્થી અપડાઉન કરતા હોય કે પેઇંગ ગેસ્ટ તરીકે રાજકોટમાં રહેતા હોય આદિ યોગ્ય કારણ હોય તેવા જૈનને જૈન ભોજનાલયમાં એક ટાઈમ રૂપિયા 10 માં જમવા કે ટિફિન આપવામાં આવશે.

Read About Weather here

કાર્યવાહક ટ્રસ્ટીગણ પ્રવિણભાઇ કોઠારી, અશોકભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, હિતેશભાઈ મહેતા, ડો. પારસભાઈ શાહ, શૈલેષભાઈ માઉં, અજયભાઈ ભીમાણી, અમિષભાઈ દોશી, મનિષભાઇ કામાણી, મેહુલભાઈ રવાણી, મિલનભાઈ કોઠારી, જયભાઈ ખારા, વિશ્ર્વાસભાઈ મહેતા ટ્રસ્ટીગણે જણાવ્યું હતું કે, સાચી જરૂરિયાતવાળા માનવ માત્ર સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે. આગળ પણ અન્ય યોજનાઓ અમલમાં મૂકવાની અમારી ભાવના છે. વર્તમાન સમયમાં માત્ર જૈન સમાજ માટે જૈન ભોજનાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.માત્ર 10 રૂપિયામાં ભોજન અથવા ટિફિન જોઈતું હોય તેમણે ફોર્મ ભરીને આપવાના રહેશે ફોર્મ ભરીને તુરંત પહોંચાડવા જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે. તેમ જણાવ્યું છે.

હસ્તાક્ષર વિશેષજ્ઞનો નિ:શુલ્ક સેમિનાર

જૈન સંકલ્પ ટ્રસ્ટ આયોજીત ગુજરાતરત્ન સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા સદગુરૂદેવ પારસમુનિ મહારાજના સાંનિધ્યમાં ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિના હેતુ માટે ‘હસ્તાક્ષર જ્ઞાન’નો સેમિનાર તા.5 ને બપોરે 2 થી 3 કલાક સુધી એન્જિનિયરીંગ એસોસિએશન હોલ, ભકિતનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે યોજાશે. જેમાં વકતા તરીકે હસ્તાક્ષર વિશેષજ્ઞ માણકલાલજી અગ્રવાલ હસ્તાક્ષર અંગેનું જ્ઞાન આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here