ગુજરાતમાં કોરોના મહામારીના ખતરનાક પહેલા અને બીજા તબક્કા દરમ્યાન કોરોનાના ઝેરી ચેપથી બચવા માટે હેન્ડ સેનિટાઈઝરની માંગ આકાશની ઉંચાઈએ પહોંચી ગઈ હતી અને અનેક જુના ઉદ્યોગો અને નવા એકમોએ સેનિટાઈઝરનું ઉત્પાદન જોરશોરથી શરૂ કરી દીધું હતું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોરોના મહામારીએ વિદાય લઇ લીધી હોવાથી માંગ લગભગ શૂન્ય સ્તરે આવી જતા 90 ટકા ઉત્પાદક એકમોએ સેનિટાઈઝરનું ઉત્પાદન જ બંધ કરી દીધું છે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોનાનાં વર્ષમાં સમય દરમ્યાન માંગમાં એટલો ઉછાળો આવ્યો હતો કે, ગુજરાત દેશનું સૌથી વધારે સેનીટાઈઝર ઉત્પાદન કરતુ રાજ્ય બન્યું હતું. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ તંત્રનાં જણાવ્યા મુજબ ગત ડિસેમ્બર-2020 નાં આંકડા મુજબ રાજ્યમાં 742 ઉત્પાદકો મળીને દૈનિક બે કરોડ લીટર સેનીટાઈઝરનું ઉત્પાદન કરતા હતા. હવે એ પૈકીનાં 90 ટકા એકમો બંધ પડી ગયા છે. રાજ્યનાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી ફાટી નિકળ્યા બાદ સરકારે હેન્ડ સેનીટાઈઝર ઉત્પાદન માટેનાં નિયમો હળવા કરી નાખ્યા હતા જેથી ઉત્પાદન વધારી શકાય.
Read About Weather here
એ માટે ઝડપથી લાઈસન્સ આપી દેવાતું હતું. દેશમાં એ સમયે સૌથી વધુ ગુજરાત સેનીટાઈઝરનું ઉત્પાદન કરતુ હતું. ઇન્ડિયન ડ્રગ ઉત્પાદક એસો.નાં ગુજરાત વિભાગનાં ચેરમેન શ્રેણિક શાહે જણાવ્યું હતું કે, અત્યારે સેનીટાઈઝરની માંગ એકદમ ઘટી ગઈ છે. કેટલાક મોટા એકમો સિવાય કોઈ એકમ ઉત્પાદન કરતુ નથી. બીજો વેવ ઓસરી ગયા બાદ સેનીટાઈઝરની માંગનું મોજું પણ ઓસરી ગયું છે. આ રીતે કોરોનાની વિદાય સાથે સેનીટાઈઝરનાં એક સમયનાં ફૂલતા-ફાલતા વ્યવસાયનો પણ મરણઘંટ વાગી ગયો છે અને મોટાભાગનાં એકમોને અલીગઢી તાળા લાગી ગયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here