દેશમાં તમાકુ ઉત્પાદનોની જાહેરાત પર પ્રતિબંધ મુકવા આરોગ્ય નિષ્ણાંતોની માંગણી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગઈકાલે વિશ્ર્વ તમાકુ નિષેધ દિન નિમિતે આરોગ્ય નિષ્ણાંતોએ તમાકુ પ્રેરિત ભયંકર બિમારીઓથી દેશના લાખો નાગરિકો પીડાઈ રહ્યા હોવાથી તમાકુની તમામ બનાવટોની જાહેરાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે.તમાકુ અને તેના થકી તૈયાર થતી તમામ પ્રોડક્ટની જાહેરાતો પર તાત્કાલિક પ્રતિબંધ લાગુ કરવા અને તમાકુ નિયંત્રણ કાયદા તથા નીતિઓને વધુ કડક બનાવી તેનો અસરકારક અમલ સુનિશ્ર્ચિત કરવા આરોગ્ય નિષ્ણાંતો અને ટોચના તબીબોએ સરકારને આગ્રહભરી અપીલ કરી છે. તમાકુની પ્રોડક્ટના સેવનથી સર્જાતી બિમારીઓનો શિકાર બનીને દરવર્ષે 13 લાખ ભારતીયો મૃત્યુને શરણ થતા હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જાણીતા જાહેર આરોગ્ય નિષ્ણાંત ચંદ્રકાંત લહેરિયાએ દર્શાવ્યું હતું કે, બજારોમાં અને ચીજ-વસ્તુનાં વેચાણની જગ્યાની બાળકો અને વ્યસન મુક્ત લોકો પણ મુલાકાત લેતા હોય છે. એમને વ્યસની બનવાનો અથવા તો ઝેરી અસર થવાનો ભય રહે છે. કોરોના કાળમાં આપણને વ્યસનીઓને કારણે કડવા અનુભવ થયા હતા. તમાકુનો ઉપયોગ કરનારાઓને કારણે કઈ રીતે કોરોના મહામારી ઝડપથી ફેલાતી હતી એ આપણે જોયું છે.દેશના ટોચનાં નિષ્ણાંતોએ લાલબતી ધરી છે કે, દરવર્ષે તમાકુ આધારિત બિમારીઓને કારણે કેટલાક ભારતીયો જાન ગુમાવતા હોવાના આંકડાઓ દર્શાવ્યા છે. તમાકુ અને સિગારેટ વગેરેના સેવનથી કેન્સર ઉપરાંત જીવન જોખમમાં મુકતી ફેફસાની બિમારીઓ, હૃદયરોગ, બ્રેઈન સ્ટ્રોક, પક્ષઘાત વગેરેને કારણે વ્યસની ભારતીયો જાન ગુમાવે છે. આવી તો ઘણી બિમારીઓ તમાકુના વ્યસનથી શરીરને ચોંટી જાય છે. દેશમાં એરપોર્ટ, હોટેલો, રેસ્ટોરાં વગેરે સ્થળે ધુમ્રપાન માટે ખાસ વિસ્તાર બનાવવામાં આવે છે.

Read About Weather here

તેના ઉપર પર પ્રતિબંધ મુકવા નિષ્ણાંતોએ માંગણી કરીને જણાવ્યું છે કે, જેમને વ્યસન ન હોય એવા લોકોનું પણ આરોગ્ય જોખમાઈ જાય છે. જાણીતા કુસ્તીબાજ અને અભિનેતા સંગ્રામસિંઘે જણાવ્યું હતું કે, અત્યારે તમાકુનાં ઉત્પાદનોને લગતી જાહેરાતો પુષ્કળ પ્રમાણમાં પ્રદર્શિત કરવામાં આવે છે. જેની બાળકો પર વિપરીત અસર થઇ શકે છે અને તરૂણ વયથી જ તમાકુનું વ્યસન કરવાની લત લાગી જાય છે. જે આજીવન બની જાય છે અને અકાળે મૃત્યુને નોતરે છે. તમાકુની જાહેરાતો પર પ્રતિબંધ હોવા છતાં તમાકુ અને સિગારેટ ઉદ્યોગ અલગ- અલગ તરકીબો અજમાવીને તમાકુ ઉત્પાદનોનાં ઉપયોગને પ્રોત્સાહન આપવા જંગી ખર્ચ કરે છે અને જાહેરાતો ટીવી પર્દા પર તથા અખબારોમાં દર્શાવવામાં આવે છે. આ ઉદ્યોગનું નિશાન મોટાભાગે યુવા પેઢી છે. એમને ખબર છે કે જે યુવાનને આ લત લાગી જાય એ આજીવન એમનો ગ્રાહક બની રહેશે. સરકારે આવી જાહેરાતો પર તત્કાલ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. સિગારેટ અને ગુટકા કંપનીઓ તરુણો અને યુવાનોને લલચાવી, ફોસલાવી રહી છે અને આ વર્ગ જ એમનું નિશાન હોય છે. શાળા- કોલેજોની પાસે જ મહાકાય બેનર અને હોર્ડીંગ લગાવીને તરુણોને વ્યસન તરફ ખેંચવામાં આવી રહ્યા છે. આ બધું તત્કાલ બંધ થવું જોઈએ. જો આપણે ભારતને સ્વસ્થ બનાવવા માંગતા હોઈએ તો તમાકુ નિયંત્રણ કાયદા અને નીતિઓ વધુને વધુ આકરા બનાવવા પડશે અને તેનો અસરકારક અમલ પણ કરાવવાનો રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરોગ્ય મુદ્દા પર સવિશેષ ધ્યાન આપે છે ત્યારે તેઓ તમાકુ પ્રોડક્ટની પ્રતિકુળ અસરોનાં મામલાથી વાકેફ હશે જ એમ હું માનું છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here