સસ્તા અનાજના દુકાનદારોને તપાસના નામે હેરાન ન કરો

સસ્તા અનાજના દુકાનદારોને તપાસના નામે હેરાન ન કરો
સસ્તા અનાજના દુકાનદારોને તપાસના નામે હેરાન ન કરો

ગોડાઉનથી માલનો જથ્થો મોડો આવતા સસ્તા અનાજના દુકાનદારો લાલઘુમ
રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોશિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ
ગરીબોની દિવાળી બગડી: રાશનનું અનાજ ન મળતા દેકારો

રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આજે જિલ્લા પુરવઠા અધિકારી ને આવેદન પત્ર પાઠવ્યું છે.આવેદન પત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લા શહેરમાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગયેલ છે. ગોડાઉન થી દુકાનદારોને માલ સમયસર મોકલવામાં આવતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે દુકાનદારો તથા કાર્ડધારકો વચ્ચે આખો મહિનો ઘર્ષણ રહ્યા કરે છે. માલ સમયસર ન મળવાના કારણે કાર્ડધારકો માલથી વંચિત રહી જાય છે. જેથી રેશનકાર્ડ ધારકો ઓફિસે આવે તેની સંપૂર્ણ જવાબદારી દુકાનદારોની નથી.

આ બાબતને ધ્યાનમાં લઈ લોકોની ફરિયાદ સાંભળી ખોટી તપાસના નામે અમારા કોઈપણ દુકાનદારો હેરાન કરવામાં ન આવે.વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા 1 વર્ષથી ગોડાઉનથી માલ સમયસર મળે એવી અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ એમને ન્યાય મળેલ નથી.

તા.31 ઓકટોબર સુધી છેલ્લા દિવસે સમુક દુકાનમાં માલ પહોચાડવામાં આવ્યો હતો. આવા સંજોગોમાં 100 ટકા માલ વિતરણ શક્ય નથી.ઘણી દુકાનોમાં 100 ટકા માલ વિતરણ રહી ગયેલ છે. ઓકટોબરમાં માલ મોડો મળેલ હોવાથી વિતરણ થયેલ નથી.

Read About Weather here

ઉપરાંત નવેમ્બર મહિનાનું ચલન જનરેટ કરી રૂપિયા ભરાવી માલ લઈ લેવાનું દબાણ કરવામાં આવતું હોવાની આક્ષેપ કર્યો છે.ડોર સ્ટેપ ડિલિવરી ફી હોવા છતાં દુકાનદારોને માલ પહોંચાડવાની મંજુરી લેવામાં આવે છે. ન આપવાના સંજોગોમાં ખોટી રીતે કનડગત કરવામાં આવે છે. જે યોગ્ય નથી તેમ રજૂઆતમાં જણાવ્યું છે. (1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here