શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાને કસ્ટડીમાં રાત વિતાવી

શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાને કસ્ટડીમાં રાત વિતાવી
શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાને કસ્ટડીમાં રાત વિતાવી

ક્રુઝ પાર્ટીમાં ચરસની મજા લીધાની કબુલાત, આજે કોર્ટમાં રજુ કરાશે: આર્યનની સાથેનાં શંકાસ્પદ ડ્રગ ડીલર અરબાઝ અને મુનમુન ધામેચાની પણ ધરપકડ
મધરાત્રે શાહરૂખ ખાનનાં ઘરે દોડી જતો સલમાન ખાન

મુંબઈથી ગોવા જઈ રહેલા અતિઆધુનિક અને લક્ઝરી ક્રુઝ જહાજમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાંથી પકડાયેલા બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાને એન.સી.બી ની કસ્ટડીમાં રાત પસાર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જાણકાર સુત્રો એ કહ્યા મુજબ આર્યન ખાને રેવ પાર્ટીમાં ચરસની મોજ માણી હોવાની કબુલાત કરી છે.

આર્યનની સાથે ઝડપાયેલા શંકાસ્પદ ડ્રગ ડીલર અરબાઝ તથા મોટા ઘરની દીકરી મુનમુન ધામેચાની પણ એન.સી.બી ટીમે ધરપકડ કરી છે. ત્રણેયને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

એન.સી.બી વધુ પૂછપરછ માટે વધુ ડિમાન્ડની માંગણી કરે તેવી શક્યતા છે. દરમ્યાન રાબેતા મુજબ આખું બોલિવુડ શાહરૂખ ખાન અને તેના દીકરાની મદદ માટે ખાન પરિવારને પડખે આવી ગયું છે.

મધરાત્રે સલમાન ખાન દિલાસો દેવા માટે શાહરૂખ ખાનનાં નિવાસ સ્થાને દોડી ગયો હતો. ફિલ્મી દુનિયાનાં અનેક કલાકારોએ શાહરૂખ ખાનનાં સમર્થનમાં નિવેદનો આપવાનું શરૂ કર્યું છે અને કહ્યું છે કે બોલીવુડ શાહરૂખ ખાનની પડખે છે.

આર્યનની ધરપકડ થતા જ તેની માતા ગૌરી ખાન તાત્કાલિક એન.સી.બી કચેરી દોડી ગઈ હતી. સુચિત્રા કૃષ્ણામૂર્તિ, પૂજા ભટ્ટ વગેરે કલાકારોએ ખાન પરિવારનાં પડખે હોવાના નિવેદન કર્યા હતા.

આ રીતે બોલીવુડ તેના બેવડા ધોરણો આવા અવારનવાર કિસ્સાઓ છતું કરતું રહે છે. ડ્રગ પાર્ટીનાં કેસમાં કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે. ડ્રગ ક્યાંથી લીધું, કોની પાસેથી મેળવવામાં આવે છે

Read About Weather here

તેની વિગતો જાણવા માટે પકડાયેલા તમામની ગઈકાલથી સખ્ત પૂછપરછ કરવામાં આવી રહી છે. એન.સી.બી નશીલા પદાર્થોનાં મુખ્ય સપ્લાયર ડ્રગ માફીયા સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here