કોટડા સાંગાણીના પડવલાની સિમમાં આવેલી ઓમ ઈન્ડસ્ટ્રીઝમાં રહેતા મહેશકુમાર ફુલ્લભાઈ આહીરવાર(ઉ.વ.44)ના મોટા પુત્ર સોનુની તેનાજ કારખાનેદાર વિજય પટેલ દ્વારા ઢોર માર મારવામાં આવતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનુ મોત નિપજ્યું હતું.મહેશભાઈની ફરિયાદ પરથી મારકુટ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જે બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે શાપર વેરાવળ પોલીસે કાર્યવાહી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
મહેશકુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારી પત્ની જાનકી ઓનેસ્ટ પ્લાસ્ટીક નામના કારખાનામાં મજુરી કરીએ છીએ.મારે સંતાનમા બે દિકરા તથા એક દીકરી છે. જેમા મોટો દિકરો સોનુ (ઉ.વ.19) છેલ્લા બે માસથી પડવલા રોડ ઈશ્ર્વર ક્રેઈન સામે આવેલ વિજયભાઈ પટેલના યોગી ક્વાર્ટસ નામના કારખાનામાં મજુરી કરે છે અને મારો પુત્ર સોનુ બે માસથી વિજયભાઈ પટેલના કારખાનામાં મજુરી કરતો હોય જેથી મારો દિકરો સોનુથી નાનો દિકરો રવીન ઉર્ફે મુન્નો તે પડવલા રોડ ઉપર આવેલ કોઈ નમકીન બનાવવાના કારખાનામાં કામ કરે છે તેનાથી નાની દિકરી મોહીની જે ઘરકામ કરે છે.
ગઈ તા.04/06ના મારો દિકરો સોનું યોગી ક્વાર્ટસ નામના કારખાનામાં કામ ઉપર ગયેલ અને હું પણ મારા કામ ઉપર જતો રહ્યો હતો બાદ હું કારખાનામાં કામ ઉપર હતો ત્યારે સવારના મારી પત્ની જાનકી મારી પાસે કારખાને આવેલ અને મને વાત કરેલ કે સવારના સવા નવ સાડા નવ વાગ્યે આપણા ભત્રીજા શુભમનો મને ફોન આવેલ અને વાત કરેલ કે અમારા શેઠ વિજયભાઈએ સોનુએ કારખાનામાં ચોરી કરી છે તેવું કહીં વિજયભાઈએ કમરે બાંધવાના ધાતુના બકલ વાળા પટેથી મારે છે તેવી વાત કરતા હું કારખાને જતા મારા દિકરા સોનુને તેના શેઠ વિજયભાઈ કારખાનાની અંદર મેઇન ગેઇટ પાસે કમરે બાંધવાના પટેથી શરીરે આડે ધડ મારતા હોય જેથી વિજયભાઈને મારા દિકરા સોનુને નહીં મારવાનું કહેતા વિજયભાઈએ મને કહેલ કે તમારા દિકરા સોનુએ મારા કારખાનામાથી ચોરી કરેલી છે તમ કહીં મને ભૂંડા બોલી ગાળો આપી ત્યાથી કાઢી મુકેલની મારી પત્નીએ મને વાત કરી હતી.
આ બનાવની વાત મારા શેઠ બ્રીજેશભાઈને કરી સાથે આવવાનું કહી હું તથા મારા શેઠ બ્રીજેશભાઈ યોગી ક્વાર્ટસ કારખાને જતા મારા દિકરા સોનુને તેના શેઠ વિજયભાઈ કારખાનાના મેઈન ગેઈટ પાસે કમરે બાંધવાના પટેથી શરીરે આડેધડ મારતા હતા. જેથી મેં વિજયભાઈને મારા દિકરાને વધુ નહીં મારવાનુ આજીજી કરતા ગાળો આપી કહેલ કે તારા દિકરાએ મારા કારખાનામાં ચોરી કરેલ છે.તેમ કહી મારા દિકરાને વધુ માર મારવા લાગ્યા અને થોડીવાર બાદ વિજયભાઈના ભાગીદારએ ઉમેશભાઈને ત્યાં આવી જતા તેણે મારા દિકરા સોનુને વધુ માર માથી છોડાવતા હું મારા દિકરા સોનુને મારા ઘરે લઈ ગયા બાદ ત્યાંથી શાપર ક્રિષ્ના હોસ્પિટલે લઈ ગયા બાદ અમને રાજકોટ સરકારી હોસ્પીટલે લઈ જવાનું કહેતા અમે બન્ને મારા દિકરા સોનુને અહી રાજકોટ સરકારી હોસ્પીટલે લાવી સારવારમાં દાખલ કર્યો હતો.
Read About Weather here
ત્યારબાદ ઘર મેળે સમાધાન કરી લીધું હતું.ગઈકાલે પુત્ર અચાનક બેભાન થઈ જતા પોલીસમાં યોગી ક્વાર્ટર નામના કારખાનાના માલીક વિજય પટેલ સામે 323,324, 325,504 અને એટ્રોસીટી એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.આ બનાવમાં સોનુનું ગઈકાલે રાત્રીના અચાનક સારવારમાં જ મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો. આ બનાવમાં શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઈ કે.એ.ગોહિલ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી કારખાનેદારની સંકજામાં લઇ પૂછપરછ આદરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here