કોરોનાનું ગ્રહણ દૂર થતા જ નવરાત્રી બનશે નવરંગી

કોરોનાનું ગ્રહણ દૂર થતા જ નવરાત્રી બનશે નવરંગી
કોરોનાનું ગ્રહણ દૂર થતા જ નવરાત્રી બનશે નવરંગી
છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે તમામ પ્રકારનાં તહેવારોની ઉજવણી પણ ગ્રહણ લાગી ગયું હતું. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યુવાનો અને યુવતીઓનો સૌથી માનીતો તહેવાર નવરાત્રી મહોત્સવ પણ બે વર્ષ સુધી ઠપ્પ રહ્યો હતો અને રોનક ઉડી ગઈ હતી. પરંતુ સદ્દનશીબે કોરોનાનું કાળમુક ગ્રહણ હવે હટી ગયું હોવાથી આ વર્ષનું નવરાત્રી પર્વ પુરેપુરી ખીલી ઉઠશે અને નવરંગી બની જશે. તેવું અત્યારથી શરૂ થઇ ગયેલી તડામાર તૈયારીઓ પરથી લાગે છે. આ વર્ષે સ્પેશિયલ ગરબા ડ્રેસ એટલે કે, સ્ત્રી અને પુરૂષો માટેનાં પરંપરાગત વસ્ત્રોની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વિદેશમાં પણ એટલી જ માંગ નીકળી છે.

Visit Saurashtra Kranti Homepage here

બે વર્ષથી નવરાત્રી પર નિર્ભર રહેતા વસ્ત્ર ઉત્પાદકો અને વેપારીઓ ઉપાધીમાં મુકાયા હતા અને ભારે ખોટ સહન કરી હતી. પણ આ વર્ષે નવરાત્રીની રોનક પાછી ફરી રહી છે અને ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં નહીં દેશઆખામાં થઇ રહી છે. એટલે પરંપરાગત વસ્ત્રોનાં વ્યવસાયમાં જબરી તેજી જામવાની વેપારીઓ આશા રાખીને બેઠા છે. ખૂબ જોરશોરથી પરંપરાગત વસ્ત્રોનું ઉત્પાદન થઇ રહ્યું છે અને નવા વર્ષની નવલી નવરાત્રીનાં દિવસોમાં ધીંગી કમાણી થવાની ઉત્પાદકો અને વેપારીઓને આશા છે.

ગુજરાતીઓનો મનપસંદ તહેવાર હંમેશાથી નવરાત્રી રહ્યો છે. બે વર્ષ સુધી ખેલૈયાઓનાં ઉત્સાહ પર બ્રેક લાગી ગઈ હતી. એટલે વસ્ત્ર ઉત્પાદકો અને નાના-મોટા વેપારીઓને પણ આર્થિક મંદીનાં કપરા દિવસો જોવા મળ્યા હતા. હવે બજારનાં વર્તુળ કહી રહ્યા છે કે, અચ્છે દિન પુનરાગમન કરી રહ્યા છે. નવરાત્રીને હજુ 4 મહિનાનો સમય બાકી છે પણ ગુજરાત તેમજ વિદેશમાંથી પણ પરંપરાગત વસ્ત્રોની જબરી માંગ ઉભી થઇ છે અને વસ્ત્રોની બજારમાં જબરી તેજી જામી ગઈ છે.

અત્યારે તૈયાર વસ્ત્રોનાં યુનિટમાં રાત-દિવસ કામ ચાલી રહ્યું છે અને કારીગરો ઓવર ટાઈમ કરી રહ્યા છે. દરેક યુનિટમાં દરરોજ 100 થી 150 જેટલા પરંપરાગત વસ્ત્રોની જોડી તૈયાર કરવામાં આવી રહી છે. આ વર્ષે નવરાત્રી અને રક્ષાબંધનનાં તહેવારો પર ગુજરાતમાં કાપડ માર્કેટનું ટર્ન ઓવર રૂ.10 હજાર કરોડ જેવું રહે તેવો બજારનાં વર્તુળો અને વેપારીઓનો અંદાજ છે. એટલે વેપારીઓને આ વર્ષે બલ્લે- બલ્લે થઇ જશે. સાથે- સાથે બ્યુટીપાર્લરનો ધંધો પણ જામી જવાની તૈયારીમાં છે. રાસોત્સવની જગ્યાએ સારી રીતે ગરબા રમવા ઉપરાંત આકર્ષક વસ્ત્રો અને મેકઅપથી સહુનું ધ્યાન ખેંચાવની અને અલગ તરી આવવાની યુવા પેઢીમાં ઘેલછા હોય છે. જેના કારણે આ વર્ષે બ્યુટીપાર્લર સંચાલકોને પણ તડાકો પડશે.

ગુજરાતભરમાં ભવ્ય રાસ-ગરબા (પરંપરાગત) અને ડિસ્કો દાંડિયા, નવ દિવસીય રાસોત્સવ કાર્યક્રમોનું ઠેરઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. યુવાનો અને યુવતીઓમાં અદમ્ય ઉત્સાહ છે. નવી પેઢી પાછલા બે વર્ષનું સાટું વાળી લેવા માંગે છે અને રાસોત્સવમાં પરસેવે તરબતર થઇ આનંદ સાગરમાં ધુબાકા મારવા તલપાપડ બની છે. મોટા મેદાનો, ફાર્મહાઉસ, મોટા હોલ વગેરેનું બુકિંગ અત્યારથી શરૂ કરવામાં આવી રહ્યું છે. મહોત્સવ સ્થળને રોશનીથી ઝગમગાવી દેવા અત્યારથી ડેકોરેટરોને ઓર્ડર અપાઈ ગયા છે. એટલે એમને પણ ધંધામાં તડાકો પડવાની આશા જાગી છે. કારણ કે રોશની સહિતનો શણગાર કરનારાઓનો વ્યવસાય પણ કોરોનાનાં અંધકારમાં મિલાઈ ગયો છે. હવે એમના માટે પણ આવકનો સૂર્યોદય સર્જાયો છે.

Read About Weather here

મહત્વનું એ છે કે આ વર્ષે કેનેડા, ઓસ્ટ્રેલીયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, સીંગાપોર, દુબઈ, સારજાહ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં પણ નવરાત્રીનાં આયોજનો મોટા પાયે થવાના હોવાથી ત્યાં પણ પરંપરાગત વસ્ત્રો મોકલવાના મોટા ઓર્ડર મળ્યા છે. એટલે ત્યાં પણ તૈયાર વસ્ત્રો મોકલવામાં આવી રહ્યા છે અને સર્વત્ર રીતે આ વર્ષની નવરાત્રી ખરાઅર્થમાં રંગતભરી અને રોનકભરી બની રહેશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here