વોર્ડ નં.4 ની વિવિધ કામગીરી અંગે મ્યુનિ. કમિશનર અરોરાની સ્થળ મુલાકાત

વોર્ડ નં.4 ની વિવિધ કામગીરી અંગે મ્યુનિ. કમિશનર અરોરાની સ્થળ મુલાકાત
વોર્ડ નં.4 ની વિવિધ કામગીરી અંગે મ્યુનિ. કમિશનર અરોરાની સ્થળ મુલાકાત

ટેક્ષ કલેકશન, બાંધકામ, આરોગ્ય, ફરિયાદ નિરાકરણ અંગે કરી રિવ્યુ બેઠક

રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે,

Visit Saurashtra Kranti Homepage here

જે અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા.16 ના રોજ વોર્ડ નં.4 વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મિટિંગ કરી હતી તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વ્હીકલ, One Time Installment Scheme ઉપરાંત બાંધકામ, આરોગ્ય, ફરિયાદોના નિરાકરણ, આંગણવાડી, કોર્પોરેશનની શાળા, સ્વચ્છતા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેક્ષ સહિતની બાબતોએ રીવ્યુ મિટિંગ કરવામાં આવી.

Read About Weather here

વોર્ડની વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ શરૂ કરવામાં આવેલ મોબાઈલ ટેક્ષ કલેક્શન વ્હીકલ અને One Time Installment Scheme બાબતે વોર્ડના નાગરિકો પાસેથી મળતા અભિપ્રાય વિશે માહિતી મેળવી હતી અને વધુને વધુ નાગરિકો આ યોજનાનો લાભ મેળવે તે બાબતે સુચન કર્યું હતું. આજની રીવ્યુ મિટિંગમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સિટી એન્જી. અઢીયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી જયેશ વકાણી, પી.એ. (ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે, આસી. મેનેજર એન. એમ. આરદેશણા, આસી. મેનેજર મયુર ખીમસુરીયા, નાયબ આરોગ્ય અધિકારી મિલન પંડ્યા, એ.ટી.પી. અશ્ર્વિન લાલચેતા, ડી.ઈ.ઈ. વિજય ગોહિલ, વોર્ડ ઓફિસર હેમાંદ્રીબા ઝાલા વગેરે હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here