મેયર ડો.પ્રદીપ ડવ સહિત અધિકારી પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
વીવીપી ઇજનેરી કોલેજ સિવિલ વિભાગના વિદ્યાર્થીઓ માટે મેયર ડો.પ્રદીપ ડવની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ સ્માર્ટ સિટી દ્વારા અમૃત મહોત્સવ પ્રોગ્રામના ભાગરૂપે રાજકોટ સ્માર્ટ સિટી કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના પ્રોજેક્ટની સાઈટ વિઝીટનું આયોજન થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમમાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ વિભાગના વિદ્યાર્થીઓને તુલીપ પ્રોગ્રામ અંતર્ગત 15 થી વધારે લોકોને ચાર મહિના દરમિયાન વિવિધ ટેકનિકલ લેક્ચરો,સાઈટ વિઝીટ અને એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ ઇન્ટર્નશિપ કરેલ હતી.આ તુલીપ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓ અને સ્થાનિક સરકારો માટે પરસ્પર ફાયદાકારક છે.તે વિદ્યાર્થીઓને શહેરોની કામગીરીનો સંપર્ક કરવામાં મદદ કરે છે. તે સ્થાનિક સરકારોને પણ લાભ આપે છે કારણ કે વિદ્યાર્થીઓમાં પ્રતિભાશોધ દ્વારા શહેર માટે નવા ઉકેલો વિકસિત થાય છે.
Read About Weather here
આ કાર્યક્રમમાં મેયર ડો.પ્રદીપ ડવ,રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ગૌસ્વામી, રાજકોટ મહાનગરપાલિકા, નાયબ કમિશનર સી.કે.નંદાની, વીવીપી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ વિભાગના પ્રોફેસર ગૌરવ પરમાર, ભાર્ગવ ગોકાણી તેમજ સિવિલ વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો.નરેન્દ્રભાઈ દવે, પ્રિન્સીપાલ ડો.તેજસભાઈ પટાલીયાએ શુભેચ્છા પાઠવેલ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here