પંચાયત મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા 9મી એપ્રિલે અને તલાટી મંત્રીની 23મી એપ્રિલે લેવા તૈયારી

પંચાયત મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા 9મી એપ્રિલે અને તલાટી મંત્રીની 23મી એપ્રિલે લેવા તૈયારી
પંચાયત મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા 9મી એપ્રિલે અને તલાટી મંત્રીની 23મી એપ્રિલે લેવા તૈયારી
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 9મી એપ્રિલે જુનિયર ક્લાર્ક અને 23મી એપ્રિલે તલાટીમંત્રીની પરીક્ષા લેવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ માટે પંચાયત બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીમંત્રીની પરીક્ષા માટે રાજ્યના દરેક જિલ્લામાંથી પરીક્ષા કેન્દ્રોની યાદી પણ મંગાવી છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થી જે પરીક્ષા આપવાના છે તે જુનિયર ક્લાર્ક અને તલાટીમંત્રીની સૌથી મોટી ગણાતી પરીક્ષા એપ્રિલના એક જ મહિનામાં લેવા પંચાયત બોર્ડ તૈયારી કરી રહ્યું છે.

જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા લેવાની છે તેની તથા તલાટીની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ નક્કી કરવામાં આવી છે. એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના અને તલાટી મંત્રીની 23મી એપ્રિલના રોજ લેવા લેવા માંગે છે.

Read About Weather here

ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. આ સમય દરમિયાન સ્કૂલ- કોલેજોમાં સ્થાનિક પરીક્ષાઓની સ્થિતિ, કેન્દ્રોની ઉપલબ્ધિ, પ્રશ્નપત્રો પહોંચાડવાના રૂટ, સ્ટ્રોંગ રૂમ સહિતની વ્યવસ્થા, અન્ય પરીક્ષાઓની તારીખ સહિતની બાબતોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here