સતત બીજા દિવસે રાજધાની દિલ્હીમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વિસ્તારા અને ઈન્ડિગોએ ઘણી ફ્લાઈટની ફ્લાઈટ સ્થગિત કરી દીધી હતી. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, હરિયાણા અને બિહારમાં ચોમાસાનું ટ્રેલર જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે તાપમાનમાં સરેરાશ 3-4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગે કહ્યું કે, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડશે. આ દરમિયાન ભારે પવન 30-40 કિમી/કલાકની ઝડપે ફૂંકાશે. હવામાન વિભાગે કરા પડવાની પણ આગાહી કરી છે. જ્યારે વરસાદના કારણે ઉત્તર-પશ્ચિમ ભાગમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.હવામાનશાસ્ત્રીઓના મતે બુધવારથી નૌતપા શરૂ થઈ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય છે. નૌતપામાં 9 દિવસથી આકરી ગરમી પડી રહી છે.રાજસ્થાનમાં 60 KMPHની ઝડપે ફૂંકાયેલા પવને રાજસ્થાનમાં બદલાયેલા હવામાને લોકોને આકરી ગરમીથી રાહત આપી છે. અગાઉ જયપુર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાન અને વાવાઝોડાએ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. સોમવારે જયપુરમાં વાદળછાયા વાતાવરણ બાદ રાત્રે અચાનક ધૂળ ભરેલા પવનો ફૂંકાવા લાગ્યા હતા. હવામાન વિભાગના જે મુજબ જયપુર સહિત આસપાસના વિસ્તારોમાં પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી.મધ્યપ્રદેશમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો. હવામાનશાસ્ત્રી પી.કે.સાહાના જણાવ્યા અનુસાર ભોપાલ સહિત મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી આગામી બે-ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
Read About Weather here

સાહાએ કહ્યું કે રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં પવને ચક્રવાત બનાવ્યું છે. તે અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચી રહ્યું છે. જેના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો.બિહારના મધુબની, કૈમુર, રોહતાસ, જહાનાબાદ સહિત 7 જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો છે. ઘણા જિલ્લાઓમાં પવનની ઝડપ 30-40 કિમી/કલાક રહી છે. હવામાન વિભાગે રાજ્યના 7 જિલ્લાઓ માટે ઓરેન્જ અને એક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. . આ પહેલા, સોમવારે યુપીમાં આંધી-વાવાઝોડાને કારણે 7 લોકોના મોત થયા હતા.પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાગપત, મેરઠ અને ગાઝિયાબાદમાં મોડી રાત્રે વરસાદ પડ્યો છે. આ દરમિયાન કરા પડવાના સમાચાર પણ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here