વાંકાનેર પીઆઈ છાસીયા વ્યાજખોરોને છાવરતા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજૂઆત

વાંકાનેર પીઆઈ છાસીયા વ્યાજખોરોને છાવરતા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજૂઆત
વાંકાનેર પીઆઈ છાસીયા વ્યાજખોરોને છાવરતા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજૂઆત
વાંકાનેરના મહિકા ગામે રહેતાં અને ખેતી તથા વેપાર કરતાં ઇલ્લુદીન હબીબભાઇ બાદીએ ગૃહમંત્રીને અરજી કરીને વ્યાજખોરોને છાવરતા હોવાના આક્ષેપ સાથે વાંકાનેર સિટીના પીઆઇ કે.એમ. છાસિયા સામે પગલા લેવાની માગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અરજીમાં એવો આરોપ મૂક્વામાં આવ્યો છે કે, ઇલ્લુદીન બાદીએ લોકડાઉન દરમિયાન ધંધામાં ખોટ જતાં દેવું ભરપાઇ કરવા માટે હાલ અમદાવાદમાં રહેતાં પ્રહલાદસિંહ બહાદૂરસિંહ ચુડાસમા અને તલાટી ક્ર્મ મંત્રી એઝાજ કાદરી પાસેથી ખેતીની જમીન પર રૂ. 30 લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. 18 માસ સુધી નિયમિત વ્યાજ ચુકવ્યુ હતું. એ પછી વ્યાજ નહી ચુક્વી શક્તા તેની રૂ. 90 લાખની જમીન લખાવી લેવામાં આવી હતી. આ વ્યાજખોરી અંગે તેણે મોરબી એસપીને ફરિયાદ અરજી કરી હતી. બાદમાં વાંકાનેરના પીઆઇ કે.એમ.છાસિયાને રૂબરૂ મળીને અરજી પરથી એફઆઇઆર (ફરિયાદ) દાખલ કરવા જણાવ્યું હતું. પરંતુ પીઆઇ છાસિયાએ અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હતા.

Read About Weather here

આ અંગે ફરીથી મો2બી એસ.પીને મળીને રજૂઆત કરી હતી. પણ ફરિયાદ દાખલ થઇ ન હતી. એ પછી રાજકોટ રેન્જના આઇજીને મળીને રજૂઆત કરતાં તા. 6-2ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમયે પણ પીઆઇ છાસિયા દ્વારા તેને બેફામ ગાળો આપી હતી અને મારૂં કોઇ કાંઇ બગાડી નહી શકે તેમ જણાવ્યું હતું. મને ગાળો આપીને પક્ષપાતી વલણ કરનાર પીઆઇ દ્વારા મને કોઇ ખોટા ગુનામાં સંડોવીદેશે તેવી દહેશત છે. આ સંજોગોમાં પીઆઇ સામે પગલાં લઇને ત્રાસમાંથી મુક્ત કરાવવા માંગણી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here