અમરેલી માર્કેટયાર્ડના ચેરમેનપદે શૈલેષ સંઘાણી બિનહરીફ

અમરેલી માર્કેટયાર્ડના ચેરમેનપદે શૈલેષ સંઘાણી બિનહરીફ
અમરેલી માર્કેટયાર્ડના ચેરમેનપદે શૈલેષ સંઘાણી બિનહરીફ

વાઈસ ચેરમેનપદે સુરેશ રોકડની દરખાસ્તને જયેશ નાકરાણીએ ટેકો જાહેર કર્યો

અમરેલી માર્કેટયાર્ડની ચૂંટણીમાં કુલ-16 સીટોની ચૂંટણી તા.13/6/ર0રર ના રોજ નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી ચૂંટણી જાહેર થયેલ. જેમાં ખેડૂત વિભાગની-10, વેપારી વિભાગની-4 તથા તેલીબીયા વિભાગની-ર સીટો આમ કુલ-16 સીટો માટેની આ ચૂંટણી અંતર્ગત માર્કેટયાર્ડ અમરેલીનાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી બાકી હોય જે કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચેરમેન તરીકે શૈલેષભાઈ સંઘાણીની દરખાસ્ત પી.પી. સોજીત્રાએ મુકેલ અને તેને જીગ્નેશભાઈ કાબરીયાએ ટેકો આપેલ હતો અને વાઈસ ચેરમેન તરીકે સુરેશભાઈ રોકડની દરખાસ્ત શંભુભાઈ દેસાઈ મુકેલ અને તેને ટેકો જયેશભાઈ નાકરાણીએ આપેલ હતો. બીજા કોઈ ડીરેકટરનું ચેરમેન અને વાઈસ ચેરમેન તરીકે ફોર્મ ભરાયેલ ન હતું. માત્ર એક જ ચેરમેન તરીકે શૈલેષભાઈ સંઘાણીનું ફોર્મ આવતા અને વાઈસ ચેરમેન તરીકે સુરેશભાઈ રોકડનું ફોર્મ આવતા ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બોટાદ એ. એમ. સિધ્ધપરાએ ચેરમેન તરીકે શૈલેષભાઈ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે સુરેશભાઈ રોકડને બિનહરિફ ચૂંટાયેલ જાહેર કરેલ હતા.

Read About Weather here

ચેરમેન તરીકે શૈલેષભાઈ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે સુરેશભાઈ રોકડ બિનહરીફ ચૂંટાતા તેમના સમર્થકો અને ચાહકોએ ફુલહારથી તેઓને વધાવી લીધેલ હતા. બજાર સમિતિના ડીરેકટરો, કર્મચારીઓએ તેઓને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here