વલ્લભીપુરથી ભાવનગર સુધીના હાઇવે પરના ખાડાઓના કારણે ગંભીર અકસ્માત થઈ શકે

વલ્લભીપુરથી ભાવનગર સુધીના હાઇવે પરના ખાડાઓના કારણે ગંભીર અકસ્માત થઈ શકે
વલ્લભીપુરથી ભાવનગર સુધીના હાઇવે પરના ખાડાઓના કારણે ગંભીર અકસ્માત થઈ શકે
વલ્લભીપુરથી પસાર થતો હાઇવે ભયંકર રીતે બિસ્માર બન્યો છે અને રાહદારીઓ તોબા પોકારી જાય છે. જે વાતથી વાકેફ નેતાઓ પણ કોઇ કાર્યવાહી નહીં કરતા નબળી નેતાગીરી સામે આવી રહી છે. ખાડાઓના કારણે ગંભીર અકસ્માત થઈ શકે છે

Visit Saurashtra Kranti Homepage here

વલ્લભીપુર શહેર ખાતેના મુખ્ય હાઇવે રોડ પસાર થઇ રહ્યો છે જે હાઇવે રોડ મુખ્ય શહેરોને જોડતો મુખ્ય હાઇવે રોડમાં વલ્લભીપુરમાં અનેક મોટા ખાડાઓ પડવા પામ્યા છે જે બાબતે રિપેરીંગની જરૂર હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે તેમજ વલ્લભીપુરથી ભાવનગર જવાના હાઇવે રોડ ખુબ ખરાબ હાલતમાં હોય અનેક નાના-મોટા ખાડાઓ તેમજ ભયંકર રોડની હાલત થવા પામી છે જે આ રોડ ઉપર પસાર થવું માથાના દુઃખાવા સમાન છે. તેમજ ભાવનગર-વલ્લભીપુર હાઇવે રોડમાં વલ્લભીપુરથી કરદેજ સુધીનો રસ્તો અતિ ખરાબ સ્થિતિમાં છે જેના કારણે ભયંકર અકસ્માતોની ભીતિ પણ જોવા મળી રહેલ હોય આ ખાડાઓ અને રોડની ખરાબ સ્થિતિ ઘણા સમયથી છે જે બાબતે જિલ્લાના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને જિલ્લાની નેતાગીરીની નબળાઇ પણ જોવા મળી રહી છે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. ચૂંટણી સમયે રાજકીય નેતાઓ મોટા-મોટા વાયદાઓ આપશે પણ લોકોની સુવિધા માટે કોઇપણ આગળ આવી રજૂઆત નહિં કરે. ત્યારે આ રોડ એટલી હદે ખરાબ થવા પામ્યો છે કે વલ્લભીપુરથી ભાવનગર પ્રસુતિગ્રસ્ત દર્દીને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ થઇ જાય તેવો રોડની હાલત થવા પામી છે. તો બેજવાબદાર તંત્રના અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવે અને તાત્કાલીક અસરથી રોડ રિપેરીંગ કરે અને મોટા-મોટા ખાડાનો પ્રશ્નનો નિકાલ તાત્કાલીક કરે તેવી વલભી હિત રક્ષક સમિતિએ માંગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here