રાજકોટ ડીડીઓ દેવ ચોધરીએ લોધિકા આરોગ્ય કેન્દ્રમાં અચાનક ચેકિંગ હાથ ધરતા પંચાયત ઓફિસ સહિતના સ્થળોએ અચાનક પહોંચતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.રાજકોટમાં ઘણી જિલ્લા મથકની કચેરીઓમાં અવારનવાર સ્ટાફની પૂરતી હાજરી જોવા મળતી નથી તેથી ગ્રામ્ય વિસ્તારમાં તો કેવી સ્થિતિ હશે તેનો અંદાજ આવી જ જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
ખેડૂતો અવારનવાર તલાટીઓ કચેરીએ આવતા ન હોવાથી દાખલા સહિતની કામગીરીમાં અટવાઈ જાય છે તેવી ફરીયાદ કરે છે. આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ હોતો નથી તેથી દર્દીઓને સીધા રાજકોટ દોડી આવવુ પડે છે. આ બધી ફરીયાદ આવતા જિલ્લા વિકાસ અધિકારી પોતે તપાસમાં નીકળતા કચેરી રેઢીપટ મળી હતી.જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ લોધિકા તાલુકાના મેટોડા સહિતના 4 ગામમાં અચાનક જઈને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. તેઓ પંચાયત ઓફિસ પહોંચ્યા હતા અને તમામ ફાઈલો અને રેકોર્ડ માંગતા તલાટીઓને પરસેવો વળી ગયો હતો. આરોગ્ય કેન્દ્રોમાં જતા ત્યાં સ્ટાફ હાજર ન રહેતા હોવાનુ જાણવા મળતા જે પણ ગેરહાજર હતા તેમને નોટિસ ફટકારવાના આદેશ અપાયા હતા.રાજકોટ ડીડીઓ દેવ ચોધરીની આ કામગીરીની પ્રશંસા થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here