લીંબુના ભાવમાં ભડકો…!

લીંબુના ભાવમાં ભડકો…!
લીંબુના ભાવમાં ભડકો…!
ઉનાળાની શરૂઆત થાય તે પહેલા લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ લીંબુનો સ્વાદ ખાટો નહીં પણ કડવો બની ચૂક્યો છે. કારણ કે બજારમાં લીંબુની આવક ઓછી થઇ છે જેની સામે માંગમાં વધારો થયો છે. જેને કારણે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જામનગરમાં લીંબુ રૂ.120 પ્રતિ કિલો હોલસેલ ના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે રિટેલમાં પ્રતિ કિલો રૂ.160 ના વેંચાઈ રહ્યા છે. લીંબુના ભાવમાં વધારો થતા બજેટ ખોરવાતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. રાજકોટ શહેરમાં લીંબુના ભાવ વધારો થયો છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યારે જ લીંબુના ભાવે સદી ફટકારી છે. એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here