રૂપાવટીમાં સરપંચ પુત્રોના ત્રાસથી બે ભાઇઓએ ફીનાઇલ ગટગટાવી લીધી

રૂપાવટીમાં સરપંચ પુત્રોના ત્રાસથી બે ભાઇઓએ ફીનાઇલ ગટગટાવી લીધી
રૂપાવટીમાં સરપંચ પુત્રોના ત્રાસથી બે ભાઇઓએ ફીનાઇલ ગટગટાવી લીધી
ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે બે સગા ભાઇઓએ ફીનાઇલ ગટગટાવી લેતા તે બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સરપંચ પુત્રોના ત્રાસથી પગલુ ભર્યાનો આક્ષેપ કરાયો છે. આ અંગે મળતી વિગત મુજબ રૂપાવટી ગામે રહેતા કિરીટ દીનેશભાઇ સોલંકી (ઉ.વ.3ર)એ ગઇકાલે રાત્રે 8 વાગે ઘરે ફીનાઇલ ગટગટાવી લીધુ

Visit Saurashtra Kranti Homepage here

બંનેને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસના સ્ટાફને થતા રાજકોટ દોડી આવેલ બંને ભાઇઓના નિવેદન નોંધાયા હતા. જેમાં આક્ષેપ કરાયો હતો કે રૂપાવટીમાં બંને ભાઇઓની માલિકીની જમીન ઘરની બાજુમાં છે. જે વાડા સ્વરૂપે હતી. આ પ્લોટો પર પર ફરતે દિવાલ બનાવવાનું શરૂ કરતા સરપંચના પુત્રો ત્યાં આવેલા અને દિવાલ ન બાંધવા દબાણ કરેલું આ બાબતે બોલાચાલી થતા સરપંચ પુત્રોએ જાનથી મારી નાખવાની ધમકી આપેલી.

Read Saurashtra Kranti E-Paper here

આ ત્રાસથી કંટાળી બંને ભાઇઓએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરેલી પરંતુ કોઇ કાર્યવાહી ન કરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. જે બાદ બ:ને ભાઇઓએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ બંને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here