મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત શહેરના મધ્યમાં રામનાથપરા મુકિતધામમાં જુલાઈ-2022 થી ડિસેમ્બર-2022 સુધીમાં 2500 લોકોને અગ્નિદાહ અપાયા હતા.
શહેરના રામનાથપરા મુક્તિધામમાં જુલાઈથી તા.8ના ડિસેમ્બર સુધીમાં 2500 લોકોને અગ્નિદાહ આપ્યો હતો. તેમનો અસ્થિ પૂજનનો કાર્યક્રમ રવિવારે સવારે 8:30 થી 10 વાગ્યા સુધી બ્રાહ્મણોએ શાસ્ત્ર વિધિ મુજબ યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
મૃતકોના તમામ સ્વજનોને સરગમ કલબ દ્વારા વ્યકિતગત પત્ર લખી રવિવારે અસ્થિ પૂજનની વિધિ માટે પરિવારના સદસ્યો એ રામનાથપરા મુકિતધામમાં પહોંચવા યાદીમાં જણાવે છે. સરગમ ક્લબ આગામી તા.13 મી જાન્યુઆરીએ આ તમામ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર મુકામે સવારે 8 કલાકે હરકીપૌડી ઉપર થશે. દરેક મૃતક વ્યક્તિનું નામ બોલી બોલીને અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરાશે. કે, સરગમ કલબના દરેક હોદેદાર સ્વખર્ચે અસ્થિનું વિસર્જન કરવા હરિદ્વાર જશે. તેમ યાદીમાં જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
જે પરિવારના વ્યકિતના અવસાન થઇ ગયેલ છે. તેમના પરિવારને કુરિયર મારફત લેટર મોકલી આપેલ છે. જે પરિવારને અસ્થિ જુદા રાખવા હોય તેમને તા.7 સુધીમાં રામનાથપરા મુકિતધામની ઓફિસે જાણ કરવા વિનંતી વધુ વિગત માટે ફોન નંબર (0281) 2221950 / 2237900 ઉપર સંપર્ક કરવો.સમગ્ર અસ્થિ પૂજનની વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન નીચે અને મુકતીધામના ઇન્ચાર્જ રમેશભાઈ અકબરી સાથે મનસુખભાઈ ધંધુકિયા, અને બંને કલબના તમામ કમિટી મેમ્બર વ્યવસ્થા સંભાળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here