11મી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટ રાજકોટ સિટી પોલીસ અને જ્યોતિ ચેલેન્જર કપ-2023નું આયોજન

11મી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટ રાજકોટ સિટી પોલીસ અને જ્યોતિ ચેલેન્જર કપ-2023નું આયોજન
11મી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટ રાજકોટ સિટી પોલીસ અને જ્યોતિ ચેલેન્જર કપ-2023નું આયોજન
ફૂટબોલ વિશ્ર્વકપ-2022 હાલમાં જ પૂરો થયેલ હોય ભારતભરમાં ફૂટબોલ ફિવર છવાયેલ છે. ત્યારે 11 ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટ (દિવસ અને રાત્રી) એટલે રાજકોટ સિટી પોલીસ અને જ્યોતિ ચેલેન્જર કપ-2023 આયોજન ACP એમ.આઇ. પઠાણની આગેવાનીમાં તારીખ 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2023 ના રોજ રેસકોર્સ સ્થિત ફૂટબોલ મેદાન ખાતે યોજવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા જ્યોતિ સી.એન.સી ઓટોમેશન લિમિટેડના SR હેડ તેમજ એહસાસ ટ્રસ્ટના લાઈફ પ્રેસિડન્ટ કૌશિકભાઈ સોલંકી દ્વારા આપવામાં આવેલ યાદી મુજબ આ ટુર્નામેન્ટમાં રાજ્યની 24 થી વધુ ટીમો ભાગ લેશે. દરેક ખેલાડીઓ માટે રહેવાની સુઘડ વ્યવસ્થા સ્પોર્ટ્સ હોસ્ટેલ, રેસકોર્સ ખાતે કરવામાં આવેલ છે. દરેક ખેલાડીઓ માટે સવારે ચા નાસ્તો, બંને સમયનું ભોજન તેમજ એનર્જી ડ્રિન્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત India Football Federation (AIFF) માં રજિસ્ટ્રેશન કરેલ હોવાથી ખેલાડીઓ માટે સેન્ટ્રલાઈઝડ રજીસ્ટ્રેશન સિસ્ટમનો અમલ કરવામાં આવશે

Visit Saurashtra Kranti Homepage here

તેમજ દરેક મેચની વિગતો AIFF પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ટુર્નામેન્ટની સંપૂર્ણ મેચોમાં સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના ક્વોલિફાઈડ રેફરી તેમજ ટેક્નિકલ સ્ટાફ પોતાની સેવા આપશે. આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને રૂ.51,000, રનર અપને રૂ.35,000, ત્રીજા સ્થાન વાળી ટીમને રૂ.7,000 અને ચોથા સ્થાન વાળી ટીમને રૂ.3,000 નું રોકડ ઇનામ આપવામાં આવશે તેમજ ટ્રોફિ આપી સન્માનિત કરાશે. દરેક મેચમાં રમતનું સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીને મેન ઓફ ધી મેચનું ઇનામ આપવામાં આવશે
તેમજ ટુર્નામેન્ટના અંતે અલગ અલગ પોઝિશન પર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફીઓ તથા ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. કુલ રોકડ ઈનામ વિતરણની રકમ રૂ.1,01,000 રહેશે. આ સિઝનના શ્રેષ્ઠ આયોજન માટે રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ પરાક્રમસિંહ જાડેજા (સી.એમ.ડી- જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ, મેટોડા), ઉદયભાઈ પારેખ (સી.એમ.ડી-ઓમ્નીટેક એન્જીનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ, મેટોડા), મૌલેશભાઇ ઉકાણી, યોગેશભાઈ પુજારા, મનીષભાઈ માડેકા, કિશનભાઈ આડેસરા, બાબુભાઈ ડાંગર તેમજ વિક્રમભાઈ જૈનએ ઉદાર દિલે આર્થિક તેમજ નૈતિક સમર્થન કરીને આયોજકોનો ઉત્સાહ વધારેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટુર્નામેન્ટની 11મી સિઝનને સફળ બનાવવા માટે રાજકોટ સિટી પોલીસના અધિકારીઓ એમ.આઇ પઠાણ (એ.સી.પી), એમ.બી. મકવાણા (આર.પી.આઈ), એસ.બી. ઝાલા (આર.પી.આઈ), રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન (RDFA) ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાલા, YCC ફૂટબોલ કલ્બ – રાજકોટના હોદેદાર જયેશભાઈ કનૌજિયા તેમજ એહસાસ ટ્રસ્ટના પ્રમુખ નિશ્ર્ચલભાઈ સંઘવી જહેમત ઉઠાવી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here