રાતના અંધારામાં ટ્રેક્ટરો ભરી ભરીને સફર પોલીફાઈબર કંપની દ્વારા ગંદા પાણીના ધોધથી જમીન પ્રદુષિત કરાતી હોવાના ગોરખધંધાના આ રહ્યા તસ્વીરી પુરાવા

રાતના અંધારામાં ટ્રેક્ટરો ભરી ભરીને સફર પોલીફાઈબર કંપની દ્વારા ગંદા પાણીના ધોધથી જમીન પ્રદુષિત કરાતી હોવાના ગોરખધંધાના આ રહ્યા તસ્વીરી પુરાવા
રાતના અંધારામાં ટ્રેક્ટરો ભરી ભરીને સફર પોલીફાઈબર કંપની દ્વારા ગંદા પાણીના ધોધથી જમીન પ્રદુષિત કરાતી હોવાના ગોરખધંધાના આ રહ્યા તસ્વીરી પુરાવા

પ્રદુષણ સર્ટિફિકેટ મેળવ્યા બાદ કંપનીના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ- અલગ..!!

પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ખુલ્લેઆમ ઉંઠા ભણાવી રહ્યા છતાં કંપની વિરૂધ્ધ પગલા લેવામાં બોર્ડને વળી કઈ લાચારી નડે છે? સરકાર દ્વારા ઊંડી તપાસનો વિષય બનતો મુદ્દો

શું મોટો રોગચાળો ફાટી નીકળ્યા પછી પ્રદુષણ બોર્ડ અને લાગતાવળગતા તંત્રવાહકો પગલા લેશે? આસપાસની જનતામાં કંપની અને બોર્ડની વિરૂધ્ધ રોષનો ભારેલો અગ્નિ

કુચિયાદળ અને આસપાસના સંખ્યાબંધ ગામોની જમીનોનું ગંદા પાણીને કારણે બેફામ ધોવાણ, કુવા અને બોરના પ્રદુષિત થતા પાણીના સેવનથી જનઆરોગ્ય પર ગંભીર ખતરો: દિવસ અને રાત 24 કલાકમાં કંપનીમાંથી પાઈપલાઈન વડે ટ્રેક્ટરોના ટાંકામાં ગંદુ પાણી ભરી આસપાસના ગામોની જમીન પર ઢોળી દેવાની અવિરત ચાલતી ગુનાહિત પ્રવૃત્તિ

રાજકોટ જેવા મહાનગરથી થોડાક કિમી દુર આવેલા કુચિયાદળ ગામમાં સ્થપાયેલી સફર પોલીફાઈબર નામની એક કંપનીના પ્રદુષણ ફેલાવવાના ગોરખધંધા સામે જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવ્યા છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને લાગતાવળગતા સરકારી વિભાગો આંખ મીચામણા કરી રહ્યા છે. પરંતુ હવે કંપનીની બેલગામ અનૈતિક પ્રવૃત્તિના તસ્વીરી પુરાવા પણ જાહેર થયા છે. હવે બોર્ડ શું કરશે એવો સવાલ કુચિયાદળ અને આસપાસના ગામોના લોકો પૂછી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાતના અંધારામાં ટ્રેક્ટરો ભરી ભરીને સફર પોલીફાઈબર કંપની દ્વારા ગંદા પાણીના ધોધથી જમીન પ્રદુષિત કરાતી હોવાના ગોરખધંધાના આ રહ્યા તસ્વીરી પુરાવા જમીન પ્રદુષિત

અત્રે પ્રસ્તુત કરેલી તસ્વીરો પરથી કંપનીની લીલાનો સ્પષ્ટ પર્દાફાશ થઇ જાય છે અને ગંદા પાણી ભરેલા ટ્રેક્ટરો મારફત કઈ રીતે ગ્રામ્ય વિસ્તારોની ફળદ્રુપ જમીનોને તથા કુવા અને બોરને બેફામપણે પ્રદુષિત કરવામાં આવી રહ્યા છે એ નરીઆંખે જોઈ શકાય છે. પ્રદુષણ બોર્ડની આશ્ચર્યચકિત કરી દેનારી લાપરવાહી પાછળના કારણો કોઈ રહસ્ય કથાની ફિલ્મની કથાને પણ આંટી મારી દયે તેવા છે.

લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઇ રહ્યા છે. કહેવાય છે કે, પોલીફાઈબર કંપની તેના પ્લાસ્ટિક વગેરેના કચરાનો રિસાઈકલ કરવાને બદલે નિયમોનો સરાજાહેર ઉલાળિયો કરી રહી છે. આ પ્રકારની દરેક કંપની માટે સરકાર અને પ્રદુષણ મંત્રાલય દ્વારા સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિક કે અન્ય પ્રકારનું વેસ્ટેજ નીકળે ત્યારે તેના ગઠ્ઠા બનાવીને સરકારના ચોક્કસ વિભાગ અને પ્રદુષણ બોર્ડને આપી દેવાના હોય છે. પ્લાસ્ટિકના કચરા અને કેમિકલ યુક્ત ગંદા પાણીની રિસાઈકલીંગ પણ જે તે કંપનીએ કરવાનું હોય છે. પરંતુ કુચિયાદળમાં જે જોવા મળી રહ્યું છે તે અત્યંત ચોંકાવી દેનારું છે. જે સત્ય બહાર આવી રહ્યું છે તેના પરથી એ ફલિત થાય છે કે, કંપની પ્રદુષણ બોર્ડનું હપ્તાથી મોઢું બંધ કરીને નિરાતે પોતાની લીલાને આગળ વધારી રહી છે. પરિણામે સેંકડો એકર જમીન ઉપજાવમાંથી બંજર બની અને બિનફળદ્રુપ બની જવાનો ખતરો ઉભો થયો છે. ખેડૂતો અને ગ્રામજનો લાચાર ચહેરા સાથે આ તમાશો નિહાળી રહ્યા છે. પણ મદદ માટેનો એમનો પોકાર બોર્ડ અને સરકારી તંત્રના બહેરા કાનો પર અથડાઈને પાછો ફરી રહ્યો છે. લોકો લાચાર બની ગયા છે અને લડત માંડવાના પ્રયાસો કરી રહ્યા છે.

પાણી નીકાલ કરનાર કોન્ટ્રકાટરે કંપનીનું નામ આપ્યું હતું અને વટાણા વેરી નાખતા પર્દાફાશ કર્યો હતો કે, સફર પોલીફાઈબર કંપનીમાંથી પાઈપલાઈન મારફત અમારા ટ્રેકટરની ટાંકીઓમાં ગંદુ અને પ્રદુષિત પાણી ઠાલવી દેવામાં આવે છે. જે અમારે ગામડાઓમાં જઈને જમીનો પર ઢોળી દેવાનું હોય છે. આવા કેટલા ટ્રેક્ટર રોજ ભરીને લાવો છો? એવો સવાલ થતા એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, દિવસ અને રાતના ભાગમાં દરરોજ ઓછામાં ઓછા 3 ટ્રેક્ટર ભરીને લાવી અને ગામડાઓમાં જઈને મનફાવે એ જમીન પર ઢોળી નાખવામાં આવે છે. આવી કેટલી કંપનીઓ આવું કામ કરવાનો કોન્ટ્રાક્ટ આપે છે એવો સવાલ થતા કહ્યું હતું કે, અત્યારે તો આ એક જ કંપનીનું કામ કરીએ છીએ જેનું નામ સફર પોલીફાઈબર કંપની છે. આ શખ્સની મુલાકાતથી એ હકીકત દીવા જેવી સ્પષ્ટ થઇ ગઈ છે કે, પ્રદુષણ અટકાવવાના નિયમનો અમલ કરવાને બદલે આ કંપની ખુદ સમગ્ર વિસ્તારને પ્રદુષણના નરકમાં તબદીલ કરી રહી છે.

કુચિયાદળ અને આસપાસના વિસ્તારોમાં કંપનીના પ્રદુષિત પાણી જળ અને વાયુને જે રીતે અને જેટલી હદે પ્રદુષિત કરે છે તેના વિશે તાત્કાલિક તપાસ કરીને કડકમાં કડક પગલા લેવાનું સમય ફાળી ગયો છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. કંપની સામે કાનૂની લડત અને ફોજદારી કરવાની પણ તૈયારી ચાલી રહી છે. કંપની સામે બાંયો ચઢાવવા સજ્જ બનેલા જાગૃત નાગરિકોએ રોષભેર જણાવ્યું હતું કે, પ્રદુષણ બોર્ડ દુરથી તમાશો જોઈ રહ્યું છે. એટલે કંપનીના સંચાલકો એમડી રેનીશ ભાલોડીયા તથા ડાયરેક્ટર હાર્દિક ભાલોડીયાનો ખુલાસો પૂછવાની પણ તસ્દી લેવામાં આવી હતી. એટલે કંપનીની હિંમત દિવસે- દિવસે વધી રહી છે. પ્રદુષણ બોર્ડને કંપની સામે પગલા લેવામાં કઈ લાચારી નડી રહી છે એ સત્ય બહાર લાવવા માટે સરકારે તપાસનો આદેશ આપવો જોઈએ. એવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. શું આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એ પછી પગલા લેવાશે? કેમકે ગામડાની જનતાના સેંકડો પરિવારો અને હજારો લોકો કંપનીએ પ્રદુષિત કરી દીધેલા બોર અને કુવાનું પાણી પીવા મજબુર બન્યા છે અને જનઆરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થવા પામ્યો છે. છતાં પ્રદુષણ બોર્ડનું નીંભર તંત્ર કંપની સામે તપાસ કરવામાં કે કંપનીમાં જે ચેકિંગ કરવામાં પણ મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે. જેની જનતામાં સર્વત્ર ભારે ટીકા થઇ રહી છે.

Read About Weather here

કંપની સામે અને બોર્ડ બંને સામે લોકોમાં રોષનો જ્વાળામુખી ધુંધવાઈ રહ્યો છે. ભારે રોષની જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ ચુકી છે ત્યારે હવે સરકાર દરમ્યાનગીરી કરે છે કે કેમ એ જોવાનું રહે છે. કેમકે મામલો હવે અતિશય ગંભીર બની ગયો છે. હજારો લોકોના જીવન પર જોખમ ઉભું થયું હોય ત્યારે સરકાર અને તંત્ર હાથ જોડીને બેસી રહી શકે નહીં. કંપની અને પ્રદુષણ બોર્ડ વચ્ચે જે ગુનાહિત સાંઠગાંઠ સર્જાઈ છે તેનો અંત લાવી જનહિતમાં આકરા પગલા લેવા જરૂર બન્યા છે.લોકોમાં રોષભેર એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે કે, કંપનીના પ્રદુષિત પાણીથી ગંદા થયેલા કેમિકલ યુક્ત બોર અને પાણી પીવાથી જો કોઈ અજુગતી ઘટના બનશે તો જવાબદારી કોની?

આ તસ્વીર ધ્યાનથી જુઓ, ચોંકી ઉઠશો: કંપનીના કેમિકલ યુક્ત પાણીથી લીલાછમ વૃક્ષો બળી ગયા

રાતના અંધારામાં ટ્રેક્ટરો ભરી ભરીને સફર પોલીફાઈબર કંપની દ્વારા ગંદા પાણીના ધોધથી જમીન પ્રદુષિત કરાતી હોવાના ગોરખધંધાના આ રહ્યા તસ્વીરી પુરાવા જમીન પ્રદુષિત

આ તસ્વીર જોઇને તમે રીતસર ચોંકી ન ઉઠો તો નવાઈ લાગશે. આ તસ્વીર પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે, કંપની દ્વારા સતત છોડવામાં આવતા ગંદા કેમિકલ યુક્ત પ્રદુષિત પાણીને કારણે આ વિસ્તારમાં પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે અને કેટલાય વૃક્ષો ગંદા પાણીને કારણે બળી ગયા છે. કંપનીનું પાણી આ વિસ્તારના જળ, વાયુ અને પર્યાવરણ માટે અત્યંત ઘાતક પરિણામ સર્જી રહ્યું છે. શું હજી પગલા નહીં લેવાઈ?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here