રાજુલા: ઝાંઝરડા ગ્રામ પંચાયત દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરાઈ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજુલા તાલુકાનાં ઝાંઝરડા ગ્રામ પંચાયત દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. આગામી દિવસોમાં ચોમાસાની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે અને કચરાના લીધે રોડ-રસ્તા, ગટર વગેરેમાં પાણીના ભરાય જાય અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે ઝાંઝરડા ગ્રામ પંચાયતના જાગૃત યુવા મહિલા સરપંચ હંસાબેન જીંજાળાએ સમસ્ત ગામમાં સફાઈ અભિયાન શરૂ કર્યું.

Visit Saurashtra Kranti Homepage here

ઝાંઝરડા ગામના તલાટી-કમ મંત્રી રાજુભાઈ ધાધલીયા દ્વારા ઉપસરપંચ દયાબેન જીંજાળા, ગ્રામ પંચાયત સદસ્ય જગદીશભાઇ જીંજાળા, હીરાબેન જીંજાળા, ભારતિબેન જીંજાળા વગેરે ગ્રામ પંચાયતની સમગ્ર ટીમને સાથે રાખીને પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરાઈ હતી.

Read About Weather here

ત્યારે મહિલા સરપંચ દ્વારા આગામી દિવસોમાં ચોમાસાના વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય, તળાવોમાં પાણીનો યોગ્ય સંગ્રહ થાય અને ગંદકીને લીધે રોગચાળો ના ફેલાય તે માટે ઝાડી ઝાંખરાં દૂર કરી, સફાઈ અભિયાન શરૂ કરી સ્વસ્છ અને સ્વસ્થ ગામ એ પ્રકારની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્યારે આ પ્રકાસની કામગીરીથી ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે અને ગામના લોકોએ સરપંચ તેમજ તેમની સમગ્ર ટીમના આ કાર્યને બિદાવ્યું હતું તેવું જગદીશભાઇ જીંજાળાની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here