સીટી બસના ઓપરેટરને વધુ 1.94 લાખનો દંડ: 8 કંડકટર સસ્પેન્ડ: 17 ખુદાબક્ષ પણ ઝડપાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મનપા સંચાલિત સીટી બસ સેવા અને બીઆરટીએસમાં છેલ્લા એક અઠવાડિયામાં 3.11 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો છે. તો બેદરકારી બદલ ઓપરેટર એજન્સીને દંડ કરવાની કાર્યવાહી પણ તંત્રએ કરી છે. રાજકોટ રાજપથ લી. દ્વારા 46 રૂટ પર 91 સીટી બસ દોડાવવામાં આવે છે. તા.16 થી તા.22 દરમ્યાન આ બસો 1.12 લાખ કિ.મી. ચાલી હતી અને 1.57 લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો જયારે 150 ફુટ રીંગ રોડ પર બીઆરટીએસ રૂટ પર દોડતી 18 ઇલે. બસ કુલ 27900 કિ.મી. દોડી હતી અને તેમાં 1.54 લાખ મુસાફરોએ લાભ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આકરા તાપ અને ગરમીમાં 150 ફુટ રોડની ઇલે.બસ લોકોને ઠંડકની સવારી પણ કરાવે છે. સીટી બસમાં ઓપરેટર તરીકે કામ કરતી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 5550 કિ.મી. લેખે રૂા.1.94 લાખનો દંડ કરવામાં આવ્યો છે. તો ફેર કલેકશન એજન્સી અલ્ટ્રા મોર્ડનને રૂા.91500ની પેનલ્ટી કરવામાં આવી હતી.

Read About Weather here

ચેકીંગમાં ગેરરીતિ બદલ 7 કંડકટરને હંગામી અને એકને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. એક અઠવાડિયામાં 17 મુસાફરો ટીકીટ વગરના પકડાતા રૂા.1850નો દંડ પણ લેવામાં આવ્યો હતો. બીઆરટીએસ રૂટની રાજ સિકયુરીટી સર્વિસને પણ રૂા.1770નો દંડ કરાયાનો કંપનીએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here