75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણીના ઉપક્રમે ઢેબર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. આ તકે મહંત સ્વામી શ્રી દેવ પ્રસાદજીએ કહ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે અને ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ વિદ્યા, સદવિધા અને બ્રહ્મવિદ્યાનો માર્ગ આજે અને ભવિષ્યમાં પણ તેટલો જ સાર્થક બની રહેશે, ત્યારે આ યુગને અનુરૂપ સંસ્કૃતિને જીવંત રાખવી એ આપણીફરજ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સંમેલનમાં સફળ બિઝનેસમેન અને ગુરૂકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરૂભાઈ કોટડીયા તથા રાકેશભાઈ દુધાતે બિઝનેસ અંગેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપેલ, જ્યારે ગુજરાત રાજ્યના આઈ.એ.એસ. અધિકારી અને ગુરૂકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરૂભાઈ કાકડિયાએ ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના ત્યાગમય જીવનની અને સંતોના નિ:સ્વાર્થ પ્રેમની વાત કરી હતી. આ તકે જુનાગઢ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળથી પધારેલા શ્રી જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામીએ કૃષ્ણ અને સુદામાની સાંદિપની ઋષિના આશ્રમની વાત કરી વિદ્યાર્થીઓએ તેમની જેમ આ ગુરૂકુળમાં બાળપણમાં કરેલ સેવા અને અભ્યાસની યાદ કરાવી હતી.
Read About Weather here
આ પ્રસંગે હાલના તેમજ નિવૃત્ત થયેલા શિક્ષકોનું સન્માન સંતો તથા વિદ્યાર્થીઓએ હાર તથા શાલ ઓઢાડીને કરેલ હતું.શ્રી શ્રુતિપ્રકાશદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને અરસપરસ બિઝનેસ દ્વારા કનેક્ટ થઇ પોતાના બિઝનેસનો ગ્રોથ વધારવાની પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપેલ હતી. સ્વામી શ્રી વિરક્તજીવન દાસજીએ ગુરુકુલ સત્યમ, શિવમ અને સુંદરમ કઈ રીતે છે? તેની વાત કરી હતી. વિવિધ બેચના વિદ્યાર્થીઓની સંતો સાથે ગ્રુપ સભાઓ દ્વારા વ્યસન મુક્તિ, બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની ખેડૂતોને સમજણ આપવી, જનમંગલ સ્તોત્રના પુરશ્ર્વરણો વગેરે સામાજિક અને આધ્યાત્મિક સેવાકાર્યો કરવાનું માર્ગદર્શન સંતો દ્વારા આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ રકત દાન શિબિરમાં 161 બોટલ રક્ત એકત્ર થયેલું, જેનું બ્લડ બેંકમાં દાન કરાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here