રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોનાને ભરી પીવા અગમચેતીના પગલા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ચીન સહિત વિશ્ર્વના અનેક દેશોમાં કોરોના નવા ભયંકર રૂપ સાથે અચાનક વકરી ગયો હોવાથી ભારતમાં પણ ચિંતા પ્રસરી છે એ કારણે દરેક રાજ્યો કોરોનાના સંભવિત ફેલાવાને રોકવા માટે આગોતરા પગલા લઇ રહ્યા છે. ગુજરાત સરકારે એલર્ટ આપ્યું હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ ભય સામે સતર્ક રહેવા અત્યારથી એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. સિવિલમાં 100 બેડ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આરોગ્ય નિષ્ણાંતો અને કોવિડ પર વોચ રાખનારા સૂત્રો જણાવી રહ્યા છે કે, હાલ ભય પામવા જેવું નથી પણ સાવધાની જરૂરી છે. કેમકે રાજકોટ અને જેતપુરમાં માત્ર 1-1 કેસ નોંધાયેલો છે. ઓસ્ટ્રેલિયાથી આવેલી એક યુવતી કોરોના સંક્રમિત જણાઈ છે તેવું બહાર આવ્યું છે. આ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેના રીપોર્ટ બાદ ક્યાં પ્રકારનું વેરીયેન્ટ છે તે ખબર પડશે. જેતપુરમાં 24 વર્ષનો એક યુવાન સંક્રમિત થયો છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેવું જાણવા મળ્યું છે.

દરમ્યાન ગઈકાલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ કરીને રાજકોટના સિવિલ હોસ્પિટલ સુપ્રિ સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરીને કોવિડના ભય સામે સાવધ રહેવા અને તમામ સુવિધાઓની આગોતરી તૈયારીઓ કરી રાખવા તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Read About Weather here

રાજકોટના દરેક સિવિલ હોસ્પિટલ તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રને માસ્ક, સામાજિક અંતર સહિતના કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા અને કરાવવા આરોગ્ય અધિકારીઓએ તાકીદ કરી છે. કોવિડ ગાઈડલાઈન્સનું લોકો પાલન કરે એ માટે રાજ્ય સરકારે નિર્દેશો જાહેર કર્યા છે. રાજકોટ સિવિલના સુપ્રિ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારે કોરોના એલર્ટ આપ્યું હોવાથી સિવિલમાં 100 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર સતર્ક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here