રાજકોટ શહેર જિલ્લામાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ રદ કરવા કોંગ્રેસની જોરદાર માંગણી

રાજકોટ શહેર જિલ્લામાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ રદ કરવા કોંગ્રેસની જોરદાર માંગણી
રાજકોટ શહેર જિલ્લામાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ રદ કરવા કોંગ્રેસની જોરદાર માંગણી
કોરોના મહામારીના ફરીથી ઝળુંબતા ખતરાને નજરમાં રાખી ભારત સરકાર અને ગુજરાત સરકારની એડવાઇઝરી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ સ્થળે 31 ડિસેમ્બરની પાર્ટીઓને મંજૂરી ન આપવા કોંગ્રેસે આજે જોરદાર માંગણી કરી હતી. આવી પાર્ટીઓને કારણે કોરોના વાયરસમાં મોટાપાયે ફેલાવો થવાની દેહશત રહે છે એટલે આવી પાર્ટીઓ રદ થવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂત તથા મહાનગરપાલિકા વિપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ રાજકોટ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, રાજકોટની પ્રજાના આરોગ્ય હિતની જવાબદારી આપની તેમજ આરોગ્ય વિભાગ અને મનપાની બને છે. કોરોના મહામારીના કેસો વધવાની અને મોત થવાની શક્યતા હોવાથી સાવચેતીના સઘન પગલા લેવા માટે અમે રાજકોટની પ્રજાવતી માંગણી કરીએ છીએ.

Read About Weather here

કોંગ્રેસ આગેવાનોએ પત્રમાં માંગણી કરી હતી કે, કોરોના સામે સાવચેતી ખાતર સૌપ્રથમ રાજકોટ શહેર અને જિલ્લામાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ અને ઉજવણીને રદ કરવા જોઈએ. કેમકે લોકો એકબીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાઈ જવાની દહેશતમાં રહે છે. કલેકટર, આરોગ્ય વિભાગ અને મનપાએ કોરોના મહામારી અંગે જે સમિતિઓ બનાવી છે એ તમામમાં વિપક્ષના નેતાને સભ્ય બનાવવા અને સાવચેતીના સઘન પગલા લેવા કોંગ્રેસના આગેવાનોએ અનુરોધ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here