સિક્યુરિટી સ્ટાફે આગ બુઝાવી; સ્ટાફમાં નાસભાગ મચી જવા પામી હતી
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ બિલ્ડિંગમાં અચાનક નોળિયો ઘૂસી ગયાની ઘટના સામે આવી હતી. જેને પગલે સ્ટાફમાં નાસભાગ મચી જવા પામી હતી. એ સમયે નોળિયો પણ બિલ્ડીંગની અંદર આવેલ ઈલેક્ટ્રીક પેનલના રૂમમાં ઘૂસી ગયો હતો અને બહાર નીકળવાના સ્થાને તે ઈલેક્ટ્રીક પેનલ સાથે અથડાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
જેને પગલે શોર્ટ સર્કિટ સર્જાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જોકે શોર્ટ સર્કિટના કારણે ઇલેક્ટ્રીક પેનલના રૂમમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. એ સમયે સિક્યુરિટીની ટીમ દ્વારા સમય સૂચકતા દાખવીને મૃત નોળીયાને બહાર કાઢવામાં આવ્યો હતો અને ઇલેક્ટ્રીક સર્કિટમાં લાગેલી આગને બુઝાવવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફના ધ્યાનમાં જતા નોળિયાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી એ વખતે નોળિયો આમ તેમ ફરતા બિલ્ડિંગમાં નાસભાગ મચી જવા પામી હતી અને નોળિયો બિલ્ડીંગના મુખ્ય ઇલેક્ટ્રીક પેનલના રૂમની અંદર ઘૂસી ગયો હતો.
Read About Weather here
જેથી તેને બહાર કાઢવા માટે જ્યારે સિક્યુરિટીની ટીમ અંદર એન્ટર થઈ એ વખતે નોળિયો ઈલેક્ટ્રીક પેનલ સાથે ટકરાયો હતો અને શોર્ટ સર્કિટ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે શોર્ટ સર્કિટને કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા અને આગ લાગવાની સંભવિત સ્થિતિ પણ ઉત્પન્ન થઈ હતી. એ વખતે સિક્યુરિટીની ટીમ દ્વારા સમયસુચકતા દાખલ કરવામાં આવી હતી અને પ્રથમ તો નોળિયાને ઈલેક્ટ્રીક પેનલથી દૂર કર્યા બાદ શોર્ટ સર્કિટમાં લાગેલી નાનકડી આગને ઉજવવામાં આવી હતી. જેને પગલે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here