રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 3-4 દિવસ સુધી કાતિલ ઠંડી રહ્યા બાદ બુધવારે તાપમાનનો પારો ઊંચકાયો હતો. અને કાતિલ ઠંડી થોડી ઠંડી પડી હતી. કેશોદ અને અમરેલીમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લઘુતમની સાથે મહત્તમ તાપમાન પણ ઊંચકાયું હતું અને પવનની ઝડપ ઘટી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે આઠ દિવસ સુધી ડબલ ડિજિટમાં તાપમાન રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
બુધવારે અમરેલીમાં 8.4, ભાવનગરમાં 12, દ્વારકા 15, ઓખા 17.9, પોરબંદર 12, રાજકોટ 10.9, વેરાવળ-દીવ 12, સુરેન્દ્રનગર 12.5, મહુવા 10.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન સૌથી વધુ મહુવામાં 31.2 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી લોકો સતત ઠંડીમાં ઠૂંઠવાયા હતા. ઠંડીથી બચવા માટે લોકો શાલ, સ્વેટરમાં જોવા મળ્યા હતા.
Read About Weather here
સમગ્ર ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 3.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ડીસામાં 8.8, ગાંધીનગરમાં 9.4, ભુજ 9.2, કંડલા પોર્ટ પર 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here