સૌરાષ્ટ્રમાં હવામાનપલ્ટો તથા માવઠાની આગાહીને કારણે ચાલુ સપ્તાહમાં કેટલીક ચીજોની આવકો પર નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. મગફળી-મરચામાં આજે પણ બે કલાક જ માલ ઉતારવા દેવામાં આવ્યો હતો. 35000 ગુણી મગફળી ઠલવાઈ હતી. 1090 થી 1340ના ભાવે હરરાજી થઈ હતી. લાલ મરચામાં હરરાજીના ભાવ 2640 થી 4700 હતા.
Visit Saurashtra Kranti Homepage here
લસણમાં પણ આવકોનું પ્રમાણ જળવાયેલુ હતું. 1680 કવીંટલની આવક વચ્ચે ભાવ 110 થી 300ના પડયા હતા. વેપારીઓએ કહ્યું કે કપાસમાં એકધારો ઘટાડો છે. ઘઉંના ભાવ તેજ છે. તે સિવાય મોટી વધઘટ નથી. જીરૂમાં છેલ્લાં કેટલાંક દિવસોથી રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ભાવ નવી ઉંચાઈએ પહોંચ્યો છે પરંતુ આજે આવકો અને વેચવાલી વધતા ભાવ દબાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here