20 કિલોના 1000 થી 1200 ભાવ: રાજકોટની ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
રાજકોટ શાક માર્કેટમાં જ્યાં એક તરફ ટમેટાના ભાવમાં ઘટાડો જોવા મળે છે. ત્યારે બીજી બાજુ ગુવારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુવારની આવક ઓછી થતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગુવારના 20 કિલોનો ભાવ રૂ.1000 થી 1200 સુધી બોલાઇ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ચોમાસાની સિઝનમાં ગુવારની આવક ઘટી રહી હોવાથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગૃહિણીઓને શાક માર્કેટમાં ગુવારના રૂપિયા 80 થી 100 ચૂકવવા પડે છે. એક માસ અગાઉ ટમેટાના ભાવ 100 રૂપિયા આસપાસ હતા. જે ઘટીને કિલોના 40 થયા છે. ટમેટાની આવકો પણ વધી છે.
જ્યારે, ગુવારની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુવારમાં ઓછી આવકને કારણે માલ ફટાફટ હરાજીમાં વહેંચાઈ જતો હોવાથી ભાવ ઊંચા રહેતા હોવાનું માર્કેટ યાર્ડના એક વેપારીએ જણાવ્યું હતું.
Read About Weather here
વેપારીએ જણાવ્યું છે કે, હજુ 15 થી 20 દિવસ સુધી ગુવારનો ભાવ ઊંચો રહેશે ત્યારબાદ આવક વધતા ભાવમાં ધીમો ઘટાડો થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here