થોડા સમય પહેલા રાજકોટમાં મનપા દ્વારા ગુજરાત રાજયમાં સૌપ્રથમ વખત લોકોના ફીડબેક રેટીંગ સહિતની સુવિધા સાથેની ફ્રી કોલ સેન્ટર સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સુવિધાથી નહીં ઉકેલાતી ફરિયાદો આપોઆપ સમય મર્યાદા બાદ વોર્ડ કક્ષાએથી કમિશનર સહિતના ઉપરી અધિકારીઓ સુધી પહોંચી રહેેશે જેનાથી ફરિયાદ નિકાલ ગેરેંટી સાથે થશે તેવો દાવો મનપાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. સાથે સાથે 1800-123-1973 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા. નિયત અવધીમાં જો ફરિયાદનો નિકાલ નહીં થાય તો આવી ફરિયાદો મ્યુનિ.કમિશનર સુધી પહોંચશે અને ક્યાં કારણોસર ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો નથી તે અંગે અધિકારીઓને ખુલાસા પુછવામાં આવશે. તેવી જાહેરાતો કરાઇ હતી. પરંતુ હાલમાં પરિસ્થિતિ કંઇક વિપરીત જોવા મળી રહી છે. !!
Visit Saurashtra Kranti Homepage here
‘સૌરાષ્ટ્ર ક્રાંતી’એ મનપાના ફરિયાદ પોર્ટલમાં બે અલગ નંબર સાથે ફરિયાદ તા.9ના રોજ નોંધાવી હતી. તેના એક દિવસ બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કોઇ કર્મચારી સંજય પરમાર સાથે વાત થઇ અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, તમે ત્યાંના ફોટા મોકલો અમે જોવડાવી દઇએ અને સાથે આવી શકતા હોય તો આવો થોડા સમય બાદ ફરી એક અધિકારીનો ફોન આવ્યો અને તેઓએ જણાવ્યું કે, તમારી ફરિયાદ અંગે પર્યાવરણ એન્જીનીયર પરમાર સાહેબને લેખિતમાં આપો તો અધિકારી દ્વારા ત્યાં તપાસ કરવામાં આવશે. અમે લેખીતમાં લખવાની ના પાડતા તેને કીધું કે, અમને અમારા ગોહીલ સાહેબે કીધું છે કે, ફરિયાદીને કહો પરમાર સાહેબને લેખિતમાં આપે આ વાત થયા બાદ રાત્રે 9 વાગ્યે કોર્પોરેશનના પોર્ટલમાંથી મેસેજ મળ્યો કે તમારી ફરિયાદ હલ થઇ ગઇ છે અને રીમાર્કમાં એવું લખવામાં આવ્યું કે ફરીથી અરજી કરવી જરૂરી છે.
તેજ રીતે બીજી એક અરજી ઓનલાઇન ટીપી શાખામાં કરવામાં આવી હતી કે, વોર્ડનં.6માં ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. તો 24 કલાક બાદ કોઇ અધિકારીના ફોન કે મેસેજ આવ્યા વિના ફરિયાદ હલ કરી નાખવામાં આવી અને રીમાર્કમાં લખી આપવામાં આવ્યું કે નોટીસ આપેલ છે. કયાં બાંધકામની વાત હતી તે કોર્પોરેશન કદાચ સીધું જ સમજી ગયું.!!
તેમ આ તો ખાલી બે ફરિયાદના ઉદાહરણો છે આવી તો અનેક ફરીયાદો કોર્પોરેશનમાં બનતી હોય છે કે જેનો શહેરીજનોને સંતોષકારક જવાબ પણ મળતો નથી અને કોર્પોરેશનમાં મેયર, સ્ટે. ચેરમેન સહિતના પદાધિકારીઓ દાવાઓ કરતા હોય છે કે ગુજરાતભરની તમામ મહાનગરપાલિકાઓમાં સૌપ્રથમ વખત લોન્ચ કરવામાં આવી છે અને શહેરીજનોને સારી સુવિધા મળે છે પણ હકીકત કંઇક અલગ જ છે.
Read About Weather here
મનપા સમયે સમયે ફરિયાદોનો એક તારણ મેળવે છે આટલા સમયમાં આટલી ફરિયાદ નોંધાઇ જેમાંથી મોટાભાગની હલ થઇ ગઇ છે પરંતુ ખરેખર બીટ પર જઇને કેટલી ફરિયાદનું નિરાકરણ કરાયું અને કોર્પોરેશને બેઠા બેઠા કેટલી ફરિયાદ નિવારી શકાય તે કેવું મુશ્કેલ બની રહ્યું છે. !!
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here